Type Here to Get Search Results !

Tech : હવે Robot લઈને આવશે કરીયાણા નો સામાન ! ભાવ જાણીને ચોંકી જશો

અત્યાર સુધી કેટલાક રેસ્ટોરન્ટમાં તમે Robot ને ઓર્ડર લેતો અને ભોજન પીરસતો જોયો હશે કે અખબાર કે ટીવી સમાચારમાં જોયું હશે કે, કયા કયા ક્ષેત્રમાં Robot નો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હવે બજારમાં એવા Robot વેચાતા મળતા થઈ જશે કે જેને શોપિંગ માટે તેને તમારી સાથે લઈ જઈ શકશો, અને તે જાતે પણ ખરીદી કરી આવશે !

Geeta Robot for carrying cargo india

ખરીદી માટે અથવા બાળકો સાથે ચાલવા નીકળવું, સામાન ભરેલી બેગ ભરેલું હંમેશાં બોજારૂપ છે. Robot Gita તમારી સમસ્યા હલ કરશે. Gita એક Cargo Robot છે જે તમારા ઇશારે કામ કરશે. જો તમે ચાલતા હોવ તો તે તમને અનુસરશે, જો તમે ક્યાંક રોકાશો તો તે પણ અટકી જશે. પૈડાં પર ચાલતા Gita Robot ની કિંમત બે લાખ 30 હજાર રૂપિયા છે. તેને Piaggio કંપની Piaggio Fast Forward અભિયાન દ્વારા લોન્ચ કરાયું છે.

વેસ્પા સ્કૂટર બનાવતી ઇટાલીની પિઆજો બજારમાં એવા Robot લાવી રહી છે

નાતાલના પર્વ નિમિત્તે બજારમાં એવા Robot વેચાણમાં મળતા થઈ જશે, જે ગ્રાહકની પાછળ પાછળ જાણે પાળેલો શ્વાન જઈ રહ્યો હોય એમ જતા જોવા મળશે.સવાલ એ છે કે, કેટલા લોકો આવા Robot ખરીદવા ઇચ્છશે. એમેઝોન, ફેડેક્સ અને ફોડા જેવા મોટા કોર્પોરેટ દિગ્ગજો ઘર સુધી ડિલિવરી કરી શકે એવા Robot નો પ્રયોગ કરી જ રહ્યા છે. હવે વેસ્પા સ્કૂટર બનાવતી ઇટાલીની પિઆજો બજારમાં એવા Robot લાવી રહી છે જેની કિંમત લગભગ ૩,૨૫૦ અમેરિકી ડોલર છે. ભારતના રૂપિયામાં તેની કિંમતની વાત કરીએ તો તે લગભગ ૨.૩૩ લાખ રૂપિયા હશે. પાછળ પાછળ ચાલતો રહેતા આ Robot માં બે પૈડાં છે અને તેનું વજન લગભગ ૨૨ કિલોગ્રામ છે. આ Robot નું નામ Gita છે. તેને પકડવાની જરૂર નહીં પડે, તે સામાન ઊંચકીને પાછળ પાછળ ચાલવામાં સક્ષમ છે.

Tech: Xiaomi ની નવી Power Bank - ફોન ચાર્જ કરવાની સાથે સાથે હાથ ને પણ રાખશે ગરમ

તો શું Robot છીનવી લેશે આ નોકરી? / So will Piaggio Robot take human job?

  1. વેઇટર : બાંગ્લાદેશના એક રેસ્ટોરાંમાં એક Robot આવીને તમારી પાસેથી ઓર્ડર લઈને આવે અને તમને વ્યંજન પીરસી પણ જાય છે !
  2.  ટપાલી : ડોય ચે પોસ્ટે પીળા રંગનો Robot ટપાલ લઈને ઘરે ઘરે વિતરીત કરે છે. જોકે, આ Robot દાદર ચઢી શકતો નથી, તેથી એક વ્યક્તિ મદદમાં રાખવો પડે છે.
  3. સેલ્સમેન : જર્મનીમાં પોલ નામનો Robot ઇલેક્ટ્રોનિક્સના સ્ટોર પર કામ કરે છે. તમે જાઓ તો એ જ તમે બોલો શું સેવા કરું એમ કહી આવકારતો હોય છે.
  4. પિત્ઝા ડિલિવરી : ડોમિનોઝ કંપની ડિલિવરી માટે Robot ઉપર કામ કરી રહ્યું છે. બની શકે કે એક ઊડતા ડ્રોન રૂપે તમારા સુધી ઓર્ડર પહોંચાડે છે.
  5. પોલીસ : પબની બહાર બોડીગાર્ડ તરીકે Robot નો ઉપયોગ કરી શકાય એ રીતે ઘરની બહાર પણ સુરક્ષા માટે ઉપયોગ કરી શકાય.દુબઇમાં બુર્જ ખલિફાની બહાર Robot પોલીસ તરીકે કામ કરે છે.
  6. સર્જન : ઓપરેશન થિયેટરમાં તો ઘણા સમયથી Robot નો ઉપયોગ થાય છે. ડોક્ટર વીડિયો ગેઇમની જેમ તેને ચલાવે છે, તેને સ્ક્રીન પર મોટું ચિત્રરૂપે દેખાય, તે થકી સર્જરી કરી શકાય છે.
  7. બારટેન્ડર : બાટલી ખોલીને ગ્લાસમાં બિયર ભરી તે સર્વ કરવાનું કામ પણ Robot કરી શકે છે, તેને ટિપ પણ આપવી નહીં પડે.
  8. સફાઈ : ઘરમાં સફાઈ કરતા Robot હવે આવી ગયા છે અને તે ખરેખર તો એક પ્રકારના વેક્યુમ ક્લિનર જ છે.
  9. ખેતી : પાકની કાપણી જેવા કામ Robot કરે છે. કાપણી કયા વિસ્તારમાં કરવી અને કેટલા માપ સુધીની કરવી એ બધું તે નક્કી કરી શકે છે.
  10. પેકેજિંગ : એમેઝોનના ગોડાઉનમાં પેકેજિંગનું કામ Robot કરી શકે છે. પેકેટ ક્યાં રાખવાનું તે પણ તે નક્કી કરી શકે છે.
  11. રિપોર્ટર : Robot સમાચાર સંસ્થા દ્વારા મળેલી સામગ્રીને મેળવીને માનવીની જેમ રિપોર્ટ લખી શકે છે.
  12. શિક્ષક : શું શું ભણાવવાનું છે, તે Robot માં પ્રોગ્રામ કરાયેલું છે. તેને કારણે વર્ગમાં શિક્ષક ભણાવે એમ Robot પણ ભણાવી શકે છે.
  13. પેન્ટર : કેન્વાસમાં ચિત્ર, અલગ અલગ અંદાજમાં બસકર નામનો Robot પેઇન્ટિંગ કરી શકે છે.
  14. રસોઈયા : ફ્રીઝમાં જે સામાન હોય તેના પરથી Robot નક્કી કરી લે કે ભોજન કયું બનશે. જો તમારી ખાસ ફરમાઇશ હોય તો Robot દુકાનમાં ઓર્ડર કરીને ભોજન મગાવી લઈ શકે છે.
Geeta Robot for carrying cargo india - Reporter17

કેમેરાની મદદથી કરશે ઓળખ

ઇટાલીની કંપની પિઆજોની બોસ્ટન સ્થિત ફાસ્ટ ફોરવર્ડના સીઇઓ ગ્રેગ લિન કહે છે કે, અમારો પ્રયાસ છે કે, તમે બહાર જાવ અને પડોશની એ જગ્યા સાથે જોડાવ જે ચાલવા લાયક છે. પરંતુ ટેકનિકલ દુનિયાના કેટલાક જાણકાર Robot Gita ને પહેલેથી જ નિષ્ફળ ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે, તે ભારે વજન ઉઠાવી શકે નહીં ત્યાં સુધી તેનો કોઈ લાભ થવાનો નથી. ટેકનિકલ વિશેષજ્ઞા જે.પી. ગાઉન્ડર કહે છે કે, આટલો મોંઘો Robot ખરીદી તમે ફક્ત કરિયાણાનો સામાન જ લાવી શકશો. વીતેલા દિવસોમાં Robot Gita બોસ્ટનના રિવરફ્રન્ટની પાસે લિનની સાથે ટહેલતો જોવા મળ્યો હતો. Robot Gita ને કોઈ ફોન નંબર, ફેશિયલ રેકગ્નિઝન, જીપીએસ ટેકનિકની જરૂરત નથી. ફાસ્ટ ફોરવર્ડના વધુ એક સહસંસ્થાપક જેફ્રી શ્નાપ કહે છે, આ Robot ફક્ત તમને જુએ છે અને પાછળ પાછળ ચાલવા લાગે છે.

IPL News: IPL 2020 માં 4 Umpire હશે ! શું કામ જરૂર પડી ?

કેટલા રંગ માં મળશે Gita Robot ?

Gita Robot થી સંબંધિત તમામ પ્રકારના પરીક્ષણો થઈ ચૂક્યાં છે અને આ Robot ગ્રાહકોને 18 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. સફેદ ઉપરાંત, Gita Robot ઓરેન્જ, લાલ, ગ્રે અને બ્લુ રંગમાં ઉપલબ્ધ છે. નોંધપાત્ર વાત એ છે કે ઘણી કંપનીઓએ Cargo Robot બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2017 માં, જીબો એ વિશ્વનો પ્રથમ સામાજિક Robot રજૂ કર્યો હતો, જે સફળ ન હતો. આ પછી, 2018 માં, બોશ કંપનીએ કુરી Robot રજૂ કર્યો, પરંતુ થોડા મહિના પછી આ પ્રોજેક્ટ પણ બંધ થઈ ગયો.

કેટલાક સ્થળે ટ્રોલી વધુ સુગમ હોવાનો મત

અમેરિકાના કેટલાક સ્થળે એમેઝોન ડિલિવરી Robot નો પ્રયોગ કરી રહ્યું છે. તો ફેડેક્સ પણ પિત્ઝા ડિલિવરી માટે રોવરનું પરીક્ષણ કરી રહ્યું છે. ગાઉન્ડર Robot Gita થી પ્રભાવિત નથી, તેમનું કહેવું છે કે, જમીન પર ચાલતા Robot અને ડ્રોનમાં વધુ કોણ સફળ સાબિત થશે એ તો સમય જ કહેશે. ડ્રોનને ચલાવવા માટે પણ દેખરેખની જરૂરત છે અને તેને રિમોટ દ્વારા સંચાલિત કરાય છે. તો Robot Gita સમક્ષ એક પડકાર એ પણ છે કે, તે કેટલાક સ્થળો પર અવ્યવહારિક થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભીડવાળી જગ્યા હોય કે કાચા ફૂટપાથ કે ઘણા લાંબા અંતરે સ્ટોર કે મોલ હોય તો Robot Gita અવ્યવહારિક સાબિત થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે, જો બજારમાંથી કરિયાણું જ લાવવાનું હોય તો એવી ટ્રોલી ખરીદી લો, જેમાં બે પૈડાં લાગ્યા હોય અને તેની કિંમત ખૂબ જ ઓછી હશે.
https://www.reporter17.com/2019/11/gita-robot-work-for-cargo-carrying-hindi-news.html

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!