Xiaomi બજેટ Smartphone ઉપરાંત યુનિક ડિવાઈસ અને અસેસરી લાવવા માટે પણ જાણીતી છે. કંપનીએ હાલમાં આવી જ એક યુનિક Power Bank લોન્ચ કરી છે. આ નાનકડી Power Bank ફોન ચાર્જ કરવા ઉપરાંત ઠંડીમાં હેંડ વોર્મર તરીકે પણ કામ કરશે. તેનો ઉપયોગ શિયાળાની કડકડતી ઠંડીમાં હથેળીને ગરમ રાખવા માટે કરી શકાય છે.
Xiaomi ની આ Power Bank હેંડ વોર્મર 52 ડિગ્રી ટેમ્પરેચર પર ડ્યુઅલ-સાઈડ હીટિંગ આપે છે. ડિઝાઈનની વાત કરીએ તો એક આ Power Bank એક નાનાકડા રેટ્રો રેડિયો જેવી દેખાય છે. કંપનીનું કહેવું છે કે તેની બોડી એલ્યુમિનિયમથી બની છે, જે તેને ઝડપથી ગરમ કરી દે છે. શાઓમીનો દાવો છે કે આ ડિવાઈસને મલ્ટી-મટીરિયલ કમ્પોઝિટ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. સાથે જ તેને ફાયર-રેસિસ્ટન્ટ ABS સાથે જોડાયું છે. તેને સેફ અને વિશ્વસનીય બનાવે છે.
Viral News : શું તમે સફેદ માટલાનુ પાણી પીવો છો? કેટલું કરે નુકસાન
Xiaomi Power Bank માં બે બટન
આ નાની Power Bank માં બે બટન છે. લેફ્ટ બટન દબાવવા પર Mobile પાવર ફંક્શન કંટ્રોલ થાય છે અને તેમાં રહેલા Power ને ડિસ્પલે કરે છે. આવી જ રીતે જમણું બટન લગભગ 3 સેકન્ડ સુધી દબાવવા પર તેનું હીટિંગ ફંક્શન એક્ટિવેટ થાય છે અને ટેમ્પરેચર ડિસ્પલે થાય છે.
Xiaomi Power Bank 5 સેકન્ડમાં થઈ જશે ગરમ
હીટિંગ ફંક્શન એક્ટિવેટ થયા બાદ Power Bank ઝડપથી ગરમ થાય છે. માત્ર 5 સેકન્ડમાં તેનું ટેમ્પરેચર 52 ડિગ્રી સુધી પહોંચી જાય છે. Power Bank ટેમ્પરેચરને સ્થિર રાખે છે. જેના કારણે તે શિયાળાની ઠંડીમાં રાહત આપે છે.