Type Here to Get Search Results !

News : Helmet પહેરવાનું પાછું ફરજીયાત? CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં નગરપાલિકા અને મહા નગરપાલિકામાં ફરજિયાત Helmet પહેરવું જરૂરી નથી. ત્યારે Helmet ન પહેરવા માગતા લોકો ખૂબ ખુશ થયા હતા, પરંતુ તેમની ખુશી વધુ સમય સુધી ટકે તેવું લાગતું નથી. CM વિજય રૂપાણીએ આજે ખુલાસો કરતા કહ્યું હતું કે, Helmet નો કાયદો રદ્દ કરવામાં આવ્યો નથી, તેને સ્થગિત કરવામાં આવ્યો છે. CMના આ નિવેદન બાદ ફરી Helmet ફરજિયાત પહેરવાનો કાયદો લાગૂ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રોડ સેફ્ટી કાઉન્સિલે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો છે કે, રાજ્યમાં Helmet પહેરવાથી મુક્તિ શા માટે?


શહેરી વિસ્તારોમાં Helmet પહેરવામાંથી હંગામી રાહત આપ્યા બાદ હવે શું ગુજરાત સરકાર ફરી Helmet ને ફરજિયાત બનાવશે? સીએમ વિજય રુપાણીએ આ અંગે આજે આપેલા નિવેદનથી લોકોમાં ચર્ચા શરુ થઈ છે કે Helmet થી મળેલી મુક્તિ હવે વધારે દિવસ સુધી નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના આ નિર્ણયની સુપ્રીમ કોર્ટે પણ ઝાટકણી કાઢીને સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

સીએમ રુપાણીએ આજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, Helmet ના કાયદામાંથી હાલ જે છૂટ આપવામાં આવી છે તે કાયમી નહીં, પરંતુ હંગામી છે. તેમણે કહ્યું હતું કે સરકારે આ કાયદો રદ્દ કર્યો જ નથી. સરકારને આ અંગે રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા જે સવાલ કરવામાં આવ્યો છે તેનો જવાબ પણ આ જ સંદર્ભમાં આપવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું.

Pradhan Mantri Mundra Yojna માં Loan કેવી રીતે મેળવી શકાય? આ સરળ રીત છે 


ગુજરાત સરકારે 4 ડિસેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે રાજ્યના શહેરી વિસ્તારોમાં Helmet પહેરવામાંથી હંગામી મુક્તિ આપવામાં આવે છે. વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ તેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં લોકોને Helmet ને કારણે અગવડ થતી હોવાથી તે અંગે મળેલી રજૂઆતો તેમજ ફરિયાદોને ધ્યાનમાં લેતા સરકારે હાલ Helmet માંથી રાહત આપવાનો નિર્ણય લીધો છે.

સરકારના આ નિર્ણયને લોકોએ પણ વધાવી લીધો છે. અમદાવાદની જ વાત કરીએ તો, એક સમયે 500 રુપિયાનો દંડ ન ભરવો પડે તે માટે લોકો Helmet પહેર્યા વિના વાહન લઈને ઘરની બહાર નહોતા નીકળતા. જોકે, જેવી સરકારે રાહત આપી કે બીજા જ દિવસથી લોકોએ Helmet પહેરવાનું જ છોડી દીધું હતું. હાલ પણ અમદાવાદમાં ભાગ્યે જ કોઈ Helmet પહેરેલું જોવા મળે છે.

Mobile number portability ના નિયમોમાં મોટા બદલાવ! શું તમારો નંબર યોગ્ય ? 


નવા કાયદા અમલમાં આવ્યા બાદ ટ્રાફિક પોલીસ જે પણ લોકોના મેમો ફાડતી હતી તેમાં Helmet ન પહેરવા પર દંડ ભરતા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. ટ્રાફિકના નિયમ વધુ કડક થતાં Helmet ન પહેરવા પર અગાઉ જે દંડ 100 રુપિયા હતો તેની રકમ વધારીને 500 રુપિયા કરી દેવામાં આવી હતી. જેના કારણે લોકોમાં સરકાર વિરુદદ્ધ જોરદાર રોષ ફાટી નીકળ્યો હતો. પબ્લિકની એવી દલીલ હતી કે કાયદાનો ભંગ કરવા બદલ લોકો પાસેથી દંડ વસૂલતી સરકાર રસ્તાઓ સારા ન હોય તો અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને કેમ દંડ નથી કરતી.

https://www.reporter17.com/2019/12/gujarat-latest-news-helmet-will-be-compulsory-hindi.html

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!