Vodafone, Idea પછી હવે Reliance Jio અને Airtel પણ ટેરિફ પ્લાન્સ વધારવાની જાહેરાત કરી છે. કંપની 6 ડિસેમ્બરથી પોતાના All In One પ્લાન્સને 40 ટકા સુધી મોંઘા કરશે. કંપનીએ Vodafone, Idea અને Airtel ના નવા ટેરિફ પ્લાન્સની જાહેરાત પછી આ ઘોષણા કરી છે. Jio ના પ્લાન્સ 6 ડિસેમ્બરથી મોંઘા થશે. તો Airtel અને Vodafone, Idea 3 ડિસેમ્બરથી પોતાના નવા પ્લાન્સ લોન્ચ કરશે.
અમે બધી કંપની ના પ્લાન જોયા છે અને બધા પ્લાન ની વિગતો નીચે આપેલ છે. અમને લાગે છે કે Jio સિમ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. Barobarche ની ટીમ તરફથી Jio નું સિમ શ્રેષ્ઠ છે.
Telecom કંપની Reliance Jio એ પ્રીપેડ યોજનાઓના ભાવમાં 40% વધારાની ઘોષણા કરી છે, જોકે Jio એ હજી સુધી તેની યોજનાઓના નવા ભાવો વિશે માહિતી આપી નથી. Jio એ કહ્યું છે કે તે 6 ડિસેમ્બરે નવી All In One યોજના રજૂ કરશે. તો હવે સવાલ એ છે કે જો Jio ની હાલની યોજનામાં 40% નો વધારો થશે, તો યોજનાના નવા ભાવો શું હશે. ચાલો જોઈએ કેટલાક Jio યોજનાઓના સંભવિત ભાવો પર એક નજર.
Vodafone, Idea અને Airtel ના નવા પ્રીપેડ પ્લાન જાણવા માટે અહીંયા Click કરો.
Telecom કંપની Reliance Jio એ પ્રીપેડ યોજનાઓના ભાવમાં 40% વધારાની ઘોષણા કરી છે, જોકે Jio એ હજી સુધી તેની યોજનાઓના નવા ભાવો વિશે માહિતી આપી નથી. Jio એ કહ્યું છે કે તે 6 ડિસેમ્બરે નવી All In One યોજના રજૂ કરશે. તો હવે સવાલ એ છે કે જો Jio ની હાલની યોજનામાં 40% નો વધારો થશે, તો યોજનાના નવા ભાવો શું હશે. ચાલો જોઈએ કેટલાક Jio યોજનાઓના સંભવિત ભાવો પર એક નજર.
Jio નો 198 રૂપિયા વાળો પ્લાન
Jio ના આ પ્લાન વિશે વાત કરવામાં આવે તો, જો કિંમતમાં 40% નો વધારો થાય છે, તો આ પ્લાનની કિંમત 277 રૂપિયા થશે. આ પેક માટે તમારે વધારા ના 79 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં હાલમાં દરરોજ 2 જીબી ડેટા, 124 આઈયુસી મિનિટ અને અનલિમિટેડ Jio-To-Jio કૉલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. આ પેકની માન્યતા 28 દિવસની છે.
Jio નો 349 રૂપિયા વાળો પ્લાન
6 ડિસેમ્બર પછી કંપનીના આ પ્લાનની કિંમત 349 થી વધીને 488 રૂપિયા થઈ જશે. આ પેક માટે તમારે વધારા ના 139 રૂપિયા ચૂકવવા પડશે. તમને આ પેકમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે.આ યોજના સાથે જુદા જુદા આઈયુસી ટોપ રિચાર્જ ઉપલબ્ધ છે જે તમે તમારી સુવિધા મુજબ લઈ શકો છો. આ યોજનામાં, Jio-To-Jio પર અમર્યાદિત કૉલિંગ આપવામાં આવશે. આ પેકની સમયમર્યાદા 70 દિવસ છે.
Jio નો 399 રૂપિયા વાળો પ્લાન
Jio એ તેના વપરાશકારો માટે 399 રૂપિયાની યોજના રજૂ કરી. 6 ડિસેમ્બર પછી આ યોજનાની કિંમત 40 ટકા વધીને 558 રૂપિયા થશે. આ યોજના માટે તમારે વધારાના 159 રૂપિયા ચૂકવવા પડશે. સુવિધાઓની વાત કરીએ તો આ રિચાર્જ પેકમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ ઉપરાંત, કંપની તમને આ પેકમાં Jio-To-Jio નેટવર્ક પર અનલિમિટેડ કૉલ્સ આપશે. આ પેકની માન્યતા 84 દિવસની છે.
Jio નો 449 રૂપિયા વાળો પ્લાન
6 ડિસેમ્બર પછી, તમારે આ યોજના 628 રૂપિયામાં ખરીદવી પડશે. આ માટે તમારે વધારાના 179 રૂપિયા ચુકવવા પડશે. તમને આ પેકમાં દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ પેકની સમય મર્યાદા 91 દિવસ છે.
Jio નો 299 રૂપિયા વાળો પ્લાન
Jio એ ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને આ પ્રીપેડ પેક રજૂ કર્યું હતું. 6 ડિસેમ્બરથી આ પેકની કિંમત વધીને 418 રૂપિયા થશે. આ માટે તમારે વધારા ના 119 રૂપિયા ચૂકવવા પડશે. સુવિધાઓની વાત કરીએ તો, આ પેકમાં યુઝર્સને દરરોજ 3 જીબી ડેટા, 124 આઈયુસી મિનિટ અને અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ મળશે. આ પેકની સમયમર્યાદા 28 દિવસ છે.
Jio આપશે 300% વધારે લાભ
Jio એ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે,’કન્ઝ્યુમરના હિત માટે સમર્પિત રહેતા Jio ભારતીય Telecom ઈન્ડસ્ટ્રીને સંભાળવા માટે દરેક જરુરી પગલા ઉઠાવશે.’ Jio એ પ્લાન મોંઘા થયા પછી નવા પ્લાન્સમાં કંપની યૂઝર્સને 300 ટકા વધારે લાભ આપશે. Jio ના All In One પ્લાન્સ FUP લિમિટ સાથે આવે છે. Vodafone Idea, Airtel અને Jio ત્રણે કંપનીઓ પાસે કુલ 100 કરોડ ગ્રાહક છે.
Vodafone - Idea નો 42%નો ભાવ વધારો
Vodafone - Idea એ પોતાના નવા અને મોંઘા ટેરિફ પ્લાન્સની ઘોષણા કરી છે. મોંઘા પ્લાન 3 ડિસેમ્બરથી લાગુ થશે. કંપનીએ ગત મહિને કહ્યું હતું કે તે બિઝનેસમાં થઈ રહેલા નુકસાનના કારણે પોતાના ટેરિફ રેટ્સને મોંઘા કરશે. Telecom Tok ના રિપોર્ટ અનુસાર ટેરિફ વધ્યા પછી Vodafone - Idea ના સૌથી સસ્તા પ્રીપેડ પ્લાન 19 રુપિયાનું થયું છે. આ સાથે જ કંપનીએ હવે અન્ય નેટવર્ક પર જતા કોલ્સ માટે પણ FUP લિમિટ સેટ કરી છે.
Airtel એ પણ મોંઘા કર્યા ટેરિફ પ્લાન
Vodafone ની જેમ જ Airtel એ પણ પોતાના રિવાઈઝ્ડ ટેરિફ પ્લાન્સને લોન્ચ કર્યા છે. Airtel એ ગત મહિને ટેરિફ પ્લાન મોંઘા કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીને ગત સમયમાં એવરેજ આવક સાથે યૂઝર અને બિઝનેસમાં પણ નુકસાન થઈ રહ્યું છે. ટેરિફ પ્લાન્સ મોંઘા કરીને કંપની આ નુકસાનની ભરપાઈ કરવાની કોશિશ કરશે. ટેરિફ મોંઘા થવાના કારણે હવે યૂઝર્સને Airtel ની સર્વિસ પહેલા કરતા મોંઘી લાગશે.
Vodafone, Idea અને Airtel ના નવા પ્રીપેડ પ્લાન જાણવા માટે અહીંયા Click કરો.