ચીનની દિગ્ગજ ટેક કંપની Xiaomi યુઝર્સ માટે એક નવી અને ખૂબ કામની પ્રોડક્ટ લઈને આવી છે. Xiaomi ની આ નવી પ્રોડક્ટ એક Cup છે. આ કોઈ સામાન્ય Cup નથી, પરંતુ ખૂબ જ એડવાન્સ અને વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીવાળો Cup છે. કંપનીએ તેને Warm Cup નામથી લોન્ચ કર્યો છે. ત્યારે આવો જાણીએ આ Warm Cup ની શું ખાસિયતો છે.
Xiaomi એ Warm Cup લોન્ચ કર્યો છે. આ Cup ની વિશેષતા એ છે કે તે ચા, કોફીને સતત ગરમ રાખશે. તે વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી પર કામ કરે છે. તેની સાથે આવતા ચાર્જિંગ પેડ સાથે Smartphone પણ ચાર્જ કરી શકાય છે.
Xiaomi એ Warm Cup લોન્ચ કર્યો છે. આ Cup ની વિશેષતા એ છે કે તે ચા, કોફીને સતત ગરમ રાખશે. તે વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી પર કામ કરે છે. તેની સાથે આવતા ચાર્જિંગ પેડ સાથે Smartphone પણ ચાર્જ કરી શકાય છે.
Xiaomi Warm Cup વાયર્ડ હિટિંગથી સુરક્ષિત
આ Warm Cup ની ખાસિયત છે કે તે સતત 55 ડિગ્રીનું તાપમાન જાળવી રાખે છે. આ ટમ્પરેચરની જાળવી રાખવા માટે તે વાયરલેસ ચાર્જિંગનો ઉપયોગ કરે છે. યુઝરને પોતાની ચા અથવા કોફીને ગરમ રાખવા માટે Cup ને માત્ર વાયરલેસ ચાર્જિંગ પેડની ઉપર રાખવો પડશે. આ ટેકનોલોજી વાયર્ડ હિટિંગથી બિલકુલ અલગ અને હાઈ-ટેક છે.
Xiaomi Warm Cup માં વાયરલેસ ચાર્જિંગ
Warm Cup 55 ° સે સતત તાપમાન જાળવી રાખે છે. આ Cup વાયરલેસ ચાર્જિંગ ડિવાઇસ છે. આ Cup ચાર્જિંગ પેડ પર મૂકીને ચાર્જ કરવામાં આવે છે. Cup ગરમ કરવાની તકનીક સંપૂર્ણપણે અલગ છે. આ Cup ખૂબ સલામત માનવામાં આવે છે.
Xiaomi Warm Cup છે વોટર પ્રૂફ
Xiaomi નો આ Cup પરંપરાગત રીતે બનાવવામાં આવ્યો છે. તેમાં શુદ્ધ સિરામિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક સુરક્ષિત અને વધુ ટકાઉ Cup છે. Cup ને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યો છે. વપરાશકર્તાઓની સલામતીને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેનું ખાસ ડિઝાઇન કર્યું છે.
Xiaomi Warm Cup માં ઓટોમેટિક સ્લીપ મોડ છે
આ આપણા ઘરમાં રહેલા સિરામિકના Cup ની જેમ જ લાગે છે અને ખરાબ થવા પર યુઝર તેને ધોઈ શકે છે. કારણ કે આ Cup વોટરપ્રૂફ છે. Warm Cup ના હિટિંગ ફીચરને એવી રીતે ડિઝાઈન કરાયો છે કે તેનાથી અન્ય કોઈ યુઝરને ખતરો નથી થતો. 4 કલાક સુધી ઉપયોગ ન થવા પર તે આપમેળે ગરમ થવાનું બંધ કરીને સ્લીપ મોડમાં જતો રહે છે.
Xiaomi Warm Cup થી Smartphone પણ ચાર્જ થશે
આ Warm Cup ની વધુ એક ખાસિયત છે તેની સાથે આવનારું આ વાયરલેસ ચાર્જિંગ પેડ Smartphone ચાર્જ કરવા પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ શરત એટલી છે કે તમારો Phone વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ફીચરવાળો હોવો જોઈએ. આ વાયરલેસ હિટિંગ પેડ 10W ના પાવર રેટિંગ સાથે આવે છે.
Xiaomi Warm Cup ની કિંમત અને ક્યાં ઉપલબ્ધ છે
કિંમતની વાત કરીએ તો, આ Xiaomi Warm Cup માટે યુઝર્સ ને 189 યુઆન (લગભગ 2000 રૂપિયા) આપવા પડશે. કંપનીએ તેને હાલ ચીનમાં જ લોન્ચ કર્યું છે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવા માં આવે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.