સરકાર દ્વારા આયોગ્ય સેતુ એપ્લિકેશનને ઓપન સોર્સ બનાવવાનું પગલું એ એપ્લિકેશનની ગોપનીયતા નીતિને અપડેટ કર્યાના થોડા દિવસ પછી જ ડેવલપરોને તેને સિસ્ટમમાં રહેલી ખામી શોધવા માટે રિવર્સ એન્જીનીરીંગ મંજૂરી આપી શકે છે. સરકાર હવે કોઈપણને આરોગ્ય સેતુ ના બગ / ભૂલ શોધી ને આપશે કે રીપોર્ટ કરે અને જો ખરે ખર ભૂલ હશે તો એને એક લાખ રૂપિયાના ઇનામ આપશે।
સ્વદેશી કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ પર પ્રાઈવસીને લઈ અનેક સવાલો ઉઠતા સરકારે તેના નિવારણ માટે એક નવો પ્રયાસ કર્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા એપનાં એન્ડ્રોઈડ વર્ઝનના સોર્સ કોડને github વેબસાઈટ પર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેમાંથી ખામી શોધી કાઢનારને સરકાર $1,325 (આશરે 1 લાખ રૂપિયા)નું ઈનામ આપશે. આરોગ્ય સેતુ એપના એન્ડ્રોઈડ, iOS અને KaiOS વર્ઝન લોન્ચ થયાં છે. તેમાંથી 95% યુઝર એન્ડ્રોઈડના હોવાથી હાલ માત્ર એન્ડ્રોઈડના સોર્સ કોડ ખુલ્લા મૂકાયા છે.
કોડમાં ખામી શોધી તેને સુધારી શકે તેના ડેવલપરને ઈનામ અપાશે
એપનાં એન્ડ્રોઈડ વર્ઝનમાં બગ અથવા ખામી શોધી તેને સુધારી શકે તેવા ડેવલપરને સરકાર 1 લાખ રૂપિયાનું ઈનામ આપશે. સરકારે સોર્સ કોડને વેબસાઈટ પર લિસ્ટ કરી તમામ ડેવલપર્સનું સ્વાગત કર્યું છે. એપમાં 4 કેટેગરીમાં ઈનામ રાખવામાં આવ્યું છે. MIT (મશાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) દ્વારા એપને સુરક્ષા માટે 5માંથી માત્ર 2 જ રેટિંગ મળ્યા હતા. બાકી રહેલાં 3 રેટિંગની ખામી શોધવા માટે સરકારે આ પ્રયાસ કર્યો છે.
આરોગ્ય સેતુ એપ

- આ એપને ડાઉનલોડ કરવી હાલ આવશ્ક બન્યું છે. એપનાં કુલ 11.62 કરોડ યુઝર્સ છે.
- ‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે.
- તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે.
- એપ કોરોનાવાઈરસનુ જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
- એપમાં ટૂંક સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત માટે બહાર જવા માટેને ઈ-પાસ ઈશ્યુ કરવામાં આવશે.