તરબૂચ લેતી વખતે આ ત્રણ વાતોનુ રાખો ખાસ ધ્યાન, નહિં તો પડી જશે પૈસા
- શું સારું અને પાકેલું તરબૂચ ખરીદવાની કોઈ ખાસ ટ્રીક છે?
- કઈ ત્રણ ટ્રીક તમને કરશે મદદ સારું તરબૂચ ખરીદવામા?
એક રેકડીવાળાને પૂછવામાં આવ્યું કે તમે તરબૂચ જોઈને કેવી રીતે કહી દો છો કે ક્યું તરબૂચ સારું અને ક્યું નહીં?
તરબૂચ વેચવાવાળાએ જવાબ આપ્યો કે તેણે દસ વર્ષ પિતાજી સાથે રહીને આ ટ્રીક શીખી.
ગ્રાહકે પૂછ્યું કે પિતાજી કેવી રીતે બતાવતા હતા?
ત્યારે તેણે જવાબ આપ્યો કે પિતાજી કોઈ પણ ત્રણ તરબૂચ રાખી દેતા હતા અને તેમાંથી બે તરબૂચમાં ટકોરા પાડીને કાચા બતાવી દેતા હતા અને ત્રીજું ગ્રાહકને પકડાવી દેતા હતા. હું પણ એમ જ કરું છું.
ઓકે આ તો નબળો જોક હતો પણ હવે અમે ગંભીરતાથી કહીએ છીએ એ ટ્રીક કે જેની મદદથી તમે સારી રીતે તરબૂચ શોધી શકશો.
1) જે તરબૂચ પીળાશ પડતું ગાઢ લીલું હોય તે પાકેલું તરબૂચ સમજવું. જ્યારે આછા રંગનું તરબૂચ કાચું હોય છે.
2) જે તરબૂચ પોતાના આકારના પ્રમાણમાં વધારે ભારી હોય તે પાકેલુ તરબૂચ સમજવું. વજનમાં હલ્કુ તરબૂચ કાચુ હોય છે.
અને હવે સૌથી મહત્વની ટ્રીક, તરબૂચમાં ટકોરા પાડીને કેવી રીતે પસંદ કરવું?
3) પાકેલું તરબૂચ ભારી હોવાને કારણે તેનું ઘનત્વ વધુ હોય છે. એવામાં તેમાં ટકોરો પાડતા અવાજ મોટો આવે છે અને કાચા તરબૂચમાં અવાજ બોદો આવતો હોય છે.

Read News : આત્મનિર્ભર ગુજરાત યોજના : 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ