ફોર વ્હીલ ધરાવતા લોકો માટે આવ્યા છે મહત્ત્વના સમાચાર. જો તમે તાજેતરમાં નવું કાર્બન ઉત્સર્જન પ્રમાણિત એટલે કે BS 6 વેહિકલ ખરીદ્યું હોય અથવા તો તે ખરીદવાનું તમારું આયોજન હોય તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઈએ. સરકારે તાજેતરમાં બહાર પાડેલા એક નિયમ પ્રમાણે બીએસ 6 સ્ટાન્ડર્ડ ધરાવતા વાહોનો પર ગ્રીન સ્ટીકર લગાવવાનું ફરજિયાત કર્યું છે. આ સ્ટિકરનું કદ માત્ર એક જ સેન્ટિમીટરનું હશે. મળેલી માહિતી પ્રમાણે સરકાર પોતાના આ નિયમને 1લી ઓક્ટોબરથી લાગુ પાડવા જઈ રહી છે.
ગયા વર્ષે 1 એપ્રિલ, 2019થી દરેક મોટર વાહનો પર હાઇ સિક્યુરિટિ રજિસ્ટ્રેશન એટલે કે HSRP પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે, જેમાં કોઈ જ ચેડાં થઈ શકશે નહીં.
વેહિકલની રજિસ્ટ્રેશન પ્લેટ પર ગ્રીન પટ્ટી અથવા સ્ટીકર મુકવું ફરજિયાત
આ નિયમ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે બીએસ 6 ઉત્સર્જન ધોરણોનું પાલન કરતા વેહિકલો માટે વેહિકલમાંની ત્રીજી રજિસ્ટ્રેશન પ્લેટ પર ગ્રીન પટ્ટી અથવા એક સેન્ટીમીટરનું સ્ટીકર મુકવું ફરિજયાત કરવામાં આવી રહ્યું છે. આ હુકમ સાથે વેહિકલ હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ઓર્ડર, 2018માં સુધારો કરીને જાહેર કરવામા આવ્યો છે.દેશનું સૌથી મોંઘુ સ્કૂટર 2 લાખ રૂપિયા સસ્તું, જાણો અસલી કિંમત
ગયા વર્ષે 1 એપ્રિલ, 2019થી દરેક મોટર વાહનો પર હાઇ સિક્યુરિટિ રજિસ્ટ્રેશન એટલે કે HSRP પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે, જેમાં કોઈ જ ચેડાં થઈ શકશે નહીં.