આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક
આપણી બેન્કની વિગતો/ઓટીપી તફડાવવામાં ઠગને રિમોટ એક્સેસ એપ ઉપયોગી થાય છે અને આવી એપ આપણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એવું ઠસાવવા માટે ઠગને કોઈ મજબૂત કારણ જોઇતું હોય છે. એ માટે મોટા ભાગે તેઓ વોલેટ કે બેન્કની કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કારણ આપે છે. ઠગ સાવ નજીવા ખર્ચે હજારો-લાખો લોકોને તેમની કેવાયસી પ્રોસેસ પૂરી કરવી જરૂરી હોવાના મેસેજ મોકલી શકે છે. આમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ઠગે જણાવેલ વોલેટ કે બેન્કનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે. તેઓ છટકામાં આવી જાય છે.
એસએમએસ કે અન્ય રીતે આવેલ કેવાયસી સંબંધિત મેસેજ પર ધ્યાન આપો નહીં. તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં કે એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં. તમારા વોલેટની કેવાયસી પ્રક્રિયા કદાચ ખરેખર અધૂરી હોય તો બહુ બહુ તો વોલેટનો ઉપયોગ બંધ થશે, પરંતુ મોટા નુકસાનમાંથી તમે બચી શકશો.
1. કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા તપાસ કરો કે તે કઈ કંપની બનાવે છે અને તે વેરિફાઇડ છે કે નહીં?
2. કોઈપણ નવી એપ્લિકેશનને પરવાનગી આપતી વખતે સાવચેત રહો. ધ્યાનમાં રાખો કે પરવાનગી એપ્લિકેશન જે પૂછે છે તે મહત્વપૂર્ણ છે?
3. કોઈપણ એપ્લિકેશનમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વિગતો સાચવશો નહીં.
4. તમારા સ્માર્ટફોનને નિયમિતપણે અપડેટ કરતા રહો.
5. મફત સ્ક્રીનસેવર ટાળો, કારણ કે આવી એપ્લિકેશનોમાં ઇનબિલ્ટ જોખમ છુપાયેલું હોય છે.
6. ફોરવર્ડ સંદેશામાં મળેલી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
વધુ સાવચેતી માટે આ Tips નું ધ્યાન રાખો :- Click here
ઠગીઓ મોબાઇલના UPI પીન નંબર દ્વારા પૈસા પડાવે છે. તાજેતરમાં HDFC બેન્કે આવા સ્કેમ કરનારથી સાવધ રહેવા જણાવ્યું છે. તેઓ મોબાઇલના AnyDesk જેવી ડીવાઇઝથી કંટ્રોલ એપમાં ડેટા એકસેસ કરી લે છે. દેશની ટોચની બેંક RBIએ પણ આ સ્કેમ વિશે ગ્રાહકોને માહિતગાર કર્યા હતા. આ સ્કેમ અને તેનાથી બચવા માટેના ઉપાયો નીચે મુજબ છે :
- ફેક કોલથી સાવધાન રહેવું, આવા કોલમાં તેઓ તમારું ધ્યાન ખેંચવા માટે બેન્ક કર્મચારીની જેમ વાત કરશે.
- કોલ ફેક ના લાગે તે માટે તેઓ તમારું નામ, મોબાઇલ નંબર, અને જન્મ તારીખની વગેરે જેવી માહીતીની ચકાસણી કરશે.
- જે તમને મોબાઇલ એપમાં રહેલી ખામીને દૂર કરવા માટે જણાવશે.
- તમને ડરાવવા માટે તેઓ તમારી ઓનલાઇન બૈંકિંગની સર્વિસ અથવા કાર્ડ બ્લાક થઇ જવાનું કહેશે.
શું થાય છે?

શુું ધ્યાન રાખવું?

બેંક છેતરપિંડી બચવાના ઉપાય