એક વાત તો નક્કી જ છે કે જીવનના સુધારા ઓ એ આપણી તંદુરસ્તી નો ઘણો મોટો ભોગ લીધો છે ,જેનો ખ્યાલ ઘણા ઓછાને હશે. ગામડે રહેનારાઓ, શહેરમાં રહેનારાઓ કરતા તંદુરસ્તીમાં ધણા ચઢિયાતા હોવાનું કારણ ત્યાં સુધારાના નામે અકુદરતી જિંદગી ગુજારવામાં આવતી નથી.
ઉઘાડાં પગે ચાલવાથી શરીરમાં લોહી માટેનો માર્ગ નિયમિત બને છે અને મગજમાં લોહીનો જમાવ થતો અટકે છે. એમ થવાથી જિંદગીની નવી ખુશાલી અને નવું જોર મળવા સાથે શરદી દુઃખ દર્દો અને જિંદગીની બીજી આફતો સામે થવાની શક્તિ હાંસિલ કરી શકાય છે.
ચાલવાથી શું ફાયદા થાય? કેટલું ચાલવું, ક્યારે ચાલવું અને કઈ રીતે ચાલવું? - જાણો વિગતે
જેઓ સહેજમાં ગભરાઈ જતા હોય આ ઉશ્કેરાઈ જતા હોય કે જેમને મગજ પર ભારે દબાણ કે બોજો પડ્યો હોય તેઓને ઉઘાડા પગે ચાલવાથી ધારેલી અસર થઈ શકે છે .ઉઘાડા પગે ચાલવાથી પગ ને હવા અને ઉજાસ મળી શકે છે.આ ઉપરાંત પગો માટી સાથે સીધા સંપર્કમાં આવવાથી તંદુરસ્તી પથ્થર જેવી બને છે .ઘાસમાં ઉઘાડા પગે ચાલવાથી તંદુરસ્તીને મોટો લાભ થવા પામે છે.
ભીના ઘાસ અથવા ભીનાશવાળી જમીન ઉપર ઉઘાડા પગે ચાલવું એ સૂકી જમીન ઉપર ચાલવા કરતાં ઘણો વધુ સારું છે .ભીની માટી ગરમીનો સર્વથી ઉત્તમ કન્ડક્ટર અને યાને ઉષ્ણતાવાહક છે .સવારનો પહોર કે જે વખતે સૂર્ય પોતાના પહેલા કે સોનેરી કિરણો જમીન ઉપર ફેલાવે છે તે સમયે ઊઘાડા પગે ચાલવું એ ઉત્તમ કુદરતી મોજ થઈ પડે છે.
અલબત્ત ઉઘાડા પગે ચાલ્યા પછી પગને ધોઈ નાખવા જોઈએ. જેમને ઘરમાં, વરંડામાં અથવા જ્યાં કાંટા વાગે નહી,કાંકરા ખૂંચે નહી તેવી જગ્યાએ પણ ચપલ પહેરવાની ટેવ હોય તો તે દૂર કરવી જોઈએ .જેઓ ઓફિસમાં નોકરી કરે છે તેઓ ફરજ દરમિયાન સતત બૂટ-મોજા પહેરતા હોય તો તે આરોગ્યપ્રદ નથી. બુટ ઉત્તમ પગ રક્ષક છે તેમ છતાં તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
ઘાસ માં ખુલ્લા પગે ચાલવું તબિયત માટે ખુબ જ લાભકારી છે અને એવું કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ થી શરીર ની રક્ષા થાય છે.એટલે તમે રોજ ઘાસ માં ચાલવા લાગો.આમ કરવાથી શું શું લાભ થાય છે તેના વિશે જ આપણે આજે જાણવાના છીએ.
સોજા દુર થાય છે
જે લોકો ને પગ માં સોજા ચડી જાય છે, તેવા લોકોએ ઘાસ માં ખુલ્લા પગે ચાલવું જોઈએ.એવું કરવાથી પગના સોજા એકદમ દુર થઇ જાય છે અને દુખાવામાં પણ રાહત થાય છે.ઘણીવાર લોહી નું સર્ક્યુલેશન સરખું ન થવા ને લીધે પગમાં સોજા ચડી જાય છે.જેને લીધે પગમાં દર્દ પણ થાય છે.
જે લોકો ઘાસ પર ખુલ્લા પગે ચાલે તેઓની લોહીનું સર્ક્યુલેશન સરખું થાય છે.એટલા માટે પગમાં સોજા ચડી જાય તો ઘાસ પર ચાલવાનું શરુ કરી દેજો.
શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ
અનિદ્રા ને કરે છે દૂર
અનિન્દ્રા કે નીંદર ન આવવી એ એક જાતનો રોગ જ છે. જેમાં નિંદર નથી આવતી.અનિન્દ્રા ને એક ઘટક રોગ પણ માનવામાં આવે છે અને તેને લીધે શરીર પર ખરાબ અસર થાય છે. જો તમને પણ અનિન્દ્રા નો રોગ હોય તો તમારે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું જોઈએ. જેથી કરીને તમને રાત્રે નિંદર સારી આવે.
ચેતાતંત્ર ને સારું બનાવે છે
જયારે આપણે ખુલ્લા પગે ઘાસ પર ચાલીએ છીએ ત્યારે પગના એક્યુપ્રેસર પોઈન્ટ પર પ્રેશર પડે છે, જેને લીધે ચેતા તંત્ર પર સારી અસર પડે છે અને તે સારી રીતે કાર્ય કરે છે.
તણાવ થી મુક્તિ મળે છે
જોકે અત્યારના જમના માં મોટા ભાગના લોકોને કોઈ ને કોઈ તણાવ હોય જ છે. આ તણાવ એ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી દુર થાય છે અને મગજ ને શાંતિ મળે છે. વધારે પરતું વિચારવા થી મોટા ભાગે તણાવ રહેતો હોય છે, જયારે આવું થાય ત્યારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવા થી તનાવ દુર થાય છે અને મગજ શાંત થાય છે.
આંખોનું તેજ વધે છે
આંખો નું તેજ ને સારૂ રાખવા માટે ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એક સારો ઉપાય છે. ઘાસ પર ચાલવા થી આંખ નું તેજ જળવાય રહે છે. સાથે જ જે લોકોને ચશ્માં છે તે લોકો ના ચશ્માં દુર થાય છે.
અહી જણાવેલા લાભો સિવાય ડાયાબિટીઝ અને ઉચ્ચ રક્તચાપ ના રોગીઓ માટે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે.
આ વાતો નું ખાસ ધ્યાન રાખવું
હમેશા સવાર ના સમય માં જ ઘાસ પર ખુલ્લા પગે ચાલવું.
ઓછામાં ઓછુ ૧૫ મિનીટ સુધી ઘાસ પર ચાલવું અને બની શકે તો યોગ પણ કરવું.
જે લોકો ને ઘુટણ માં દર્દ હોય તેઓએ ધ્યાન રાખવું કેમકે ઘણી વાર ખુલ્લા પગે ચાલવા થી ઘુટણ નું દર્દ વધી જાય છે.