ફેસબુક પ્રોટેક્ટ ફીચર (Facebook Protect) નામથી જ સ્પષ્ટ થાય છે કે, આ એક સિક્યોરિટી ફીચર છે જે ખાસ એવા યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે જેમના એકાઉન્ટ હેક થવાની સંભાવના વધારે છે.
મેટા (Meta) માલિકીના Facebook પ્લેટફોર્મ દ્વારા એક નવી સુરક્ષા સુવિધા રજૂ કરવામાં આવી હતી, જે Facebook Protect તરીકે ઓળખાય છે. ફેસબુકનું કહેવું છે કે આ એક સિક્યોરિટી પ્રોગ્રામ છે, જે યુઝર્સના ફેસબુક એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ફીચર ખાસ એવા લોકો માટે લાવવામાં આવ્યું છે જેઓ હેકર્સનું નિશાન બની શકે છે. જેમાં પત્રકારો, સરકારી કર્મચારીઓ અને માનવ અધિકાર કાર્યકરો જેવા લોકોનો સમાવેશ થાય છે.
WhatsApp ને બનાવો તમારી પર્સનલ ડાયરી ! જાણો આ ટ્રીક
Twitter પર યુઝર્સ કરી રહ્યાં છે ફરિયાદ
જે લોકોએ આવુ કર્યુ નથી હવે તેમના એકાઉન્ટને લોક કરી દેવામાં આવ્યાં છે. તેમના એકાઉન્ટ એક્સેસ કરવાથી તેમને મેસેજ મળી રહ્યો છે અને આગળ શું કરવુ છે તે અંગે જણાવવામાં આવી રહ્યું છે. જો કે, ટ્વિટર પર ઘણા લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે ડેડલાઈન પહેલા આ ફીચરને એક્ટિવેટ કરી ચૂક્યા છે અને તેમનુ પણ એકાઉન્ટ લોક થયુ છે.
I got locked out from Facebook indefinitely today because I didn’t respond to emails from FB (that looked like a scam) about its new Facebook Protect system, which I was required to enable by today. So far, the text and security key options don’t work, many report. pic.twitter.com/0aXbiqzLv7
— Liv. (@Olivia_Thiessen) March 18, 2022
મેઇલ સ્પામ સમજી ને ઘણા લોકો એ ચાલુ ના કર્યું
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, Facebookએ ટેસ્ટિંગ તબક્કામાંથી બહાર કાઢીને વૈશ્વિક સ્તરે Facebook Protect ફીચરને રોલ આઉટ કર્યું હતું, જે પરીક્ષણના તબક્કા પછી રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. નવું Facebook Protect ફીચર ખાસ કરીને એવા Facebook એકાઉન્ટ્સને બંધ કરી રહ્યું છે કે જેણે Facebook Protect ચાલુ કર્યું નથી. થોડા સમય પહેલા કંપનીએ કેટલાક યુઝર્સને ફેસબુક પ્રોટેક્ટ ચાલુ કરવા માટે મેઈલ મોકલ્યા હતા. પરંતુ મોટાભાગના યુઝર્સે આ મેઇલને સ્પામ તરીકે શરૂ કર્યો નથી. આવા યુઝર્સના ફેસબુક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, જ્યારે યૂઝર્સ Facebook Protect ફીચરને ચાલુ કરશે ત્યારે આ એકાઉન્ટ્સ એ જ સ્થિતિમાં એક્ટિવેટ થઈ જશે.
સ્માર્ટફોનમાં મોબાઈલ કવર લગાવવા ના ગેરફાયદા જાણો
Facebook Protect કેવી રીતે ચાલુ કરવું ? / ફેસબુક ચાલુ કરો
- જો તમે Facebook Protect ઓન કર્યું નથી, તો તમે આ થોડા સ્ટેપ્સ ફોલો કરીને તેને એક્ટિવેટ કરી શકો છો.
- યુઝર્સે સૌથી પહેલા ફેસબુક એકાઉન્ટના Setting માં જવું પડશે.
- જ્યાં તમને Security and Login નો વિકલ્પ મળશે.
- તેના પર ટેપ કર્યા પછી, તમને લિસ્ટમાં Facebook Protect જોવા મળશે.
- તેના પર ક્લિક કરીને, તમે સ્ક્રીન પરના પગલાંને અનુસરીને તેને ચાલુ કરી શકો છો.
- આ રીતે તમારું Facebook Protect ફીચર ઓન થઈ જશે.
- પછી ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે.