જો તમારે ચહેરાની સુંદરતા વધારવી હોય તો Hair (વાળ) ની ખાસ કાળજી લેવી પડે છે. Luxury herbal shampoo સિલ્કી અને શાઈની હેરથી તમારો લુક જ અલગ થઈ જાય છે.
વાળની યોગ્ય સંભાળ માટે હેર વોશ ખૂબ જ જરૂરી છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના Shampoo (શેમ્પૂ) ઉપલબ્ધ છે. આ શેમ્પૂમાં વધારે માત્રામાં કેમિકલ હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં વાળની યોગ્ય સંભાળ માટે તમે Herbal Shampoo (હર્બલ શેમ્પૂ) નો ઉપયોગ કરો તે જરૂરી છે. તમે ઘરે Herbal Shampoo (હર્બલ શેમ્પૂ) બનાવી શકો છો.
પથરી કાઢવાની દવા માટે એકવાર આ પીણું કરો ટ્રાઈ ! અદભુત પરિણામ
આજે અમે તમને Green Tea Herbal Shampoo (ગ્રીન ટી હર્બલ શેમ્પૂ) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. Green Tea (ગ્રીન ટી) માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ સારુ માનવામાં આવે છે. આવો જાણીએ આ ખાસ શેમ્પૂ કેવી રીતે તૈયાર કરી શકાય.
Green Tea Herbal Shampoo (ગ્રીન ટી હર્બલ શેમ્પૂ) તૈયાર કરવાની સામગ્રી
- લીલી ચાના પાંદડા
- પેપરમિન્ટ તેલ
- લીંબુનો રસ
- નાળિયેર તેલ
- મધ
- એપલ સીડર વિનેગર
Green Tea Herbal Shampoo (ગ્રીન ટી હર્બલ શેમ્પૂ) બનાવવાની રીત
- સૌ પ્રથમ લીલી ચાના પાંદડાને સૂકવીનો પાવડર બનાવી લો.
- Green Tea (ગ્રીન ટી) પાવડરમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો.
- Green Tea (ગ્રીન ટી) અને એપલ સાઇડર વિનેગરના મિશ્રણમાં પેપરમિન્ટ તેલના બે ટીપાં મિક્સ કરો.
- આ પછી આ મિશ્રણમાં લીંબુનો રસ, નારિયેળ તેલ અને મધ મિક્સ કરો.
આ વસ્તુ ખાઈને પણ તમે આસાનીથી વજન ઘટાડી શકો છો ! જાણો
Green Tea Herbal Shampoo (ગ્રીન ટી હર્બલ શેમ્પૂ) ના ફાયદા
Green Tea (ગ્રીન ટી) માં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન B, વિટામિન C, એમિનો એસિડ અને ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. જે વાળના ગ્રોથ માટે સારા માનવામાં આવે છે. Green Tea (ગ્રીન ટી) ના ઉપયોગથી વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. Green Tea Herbal Shampoo (ગ્રીન ટી હર્બલ શેમ્પૂ) થી વાળમાં માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. જેનાથી વાળ જાડા અને મજબૂત બને છે.