Surat (સુરત) ના Pasodra (પાસોદરા) વિસ્તારમાં થયેલી Grishma Vekaria (ગ્રીષ્મા વેકરીયા) હત્યા કેસના મુખ્ય આરોપી Fenil Goyani (ફેનિલ ગોયાણી) ની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પોલીસ પાસે આ ઘટનાના સાક્ષીઓ પણ છે અને તેના આધારે જ પોલીસે પણ ગણતરીના દિવસોમાં જ 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી હતી.
આ મામલામાં Grishma (ગ્રીષ્મા) ના સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે. ત્યારે આજે પણ કોર્ટ ટ્રાયલ હતું અને તેમાં આરોપી Fenil (ફેનિલ) ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન જ ચાલુ કેસ કાર્યવાહી સમયે જ Fenil Goyani (ફેનિલ ગોયાણી) બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ એક વાત કહો ટ્રાફિક પોલીસ તરત જ મેમો કાપી શકતી નથી - કાયદો જાણો
Fenil Goyani (ફેનિલ ગોયાણી) નો કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે. આ કેસને લઈને Fenil (ફેનિલ) ને આજે સુરત લાજપોર જેલથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટની કાર્યવાહી દરમિયાન જ Fenil (ફેનિલ) બેભાન થઈને પડી ગયો હતો.જેથી તાત્કાલિક Fenil Goyani (ફેનિલ ગોયાણી) ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. 1 કલાક અને 20 મિનિટની સારવાર બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો હતો. કોર્ટની અંદર ચાલુ સુનાવણી દરમિયાન જ Fenil (ફેનિલ) બેભાન થઇ જવાના કારણે ભાગદોડ પણ મચી ગઈ હતી, અને તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી Fenil (ફેનિલ) ને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું.
હોસ્પિટલમાં પહોંચેલા આરોપી Fenil (ફેનિલ) ની સારવાર સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી રહ્યા છે તેમને Fenil (ફેનિલ) ની તબિયત નોર્મલ હોવાનું જણાવ્યું હતું. ડોકટરના જણાવ્યા અનુસાર Fenil (ફેનિલ) ને માત્ર અશક્ત હોવાની ફરિયાદ બાદ ઢળી પડતા સિવિલ લવાયો હતો. લીંબુ પાણી પીવડાવી સારવાર આપાઈ રહી છે. કમલેશ દવે (માનસિક વિભાગ)ના ડોકટરે કહ્યું કે, મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી. બે PI સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ Fenil Goyani (ફેનિલ ગોયાણી) ને ગળ્યું ખાવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટની પરવાનગી સિવાય તેને જમવાનું આપી ના શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે બાદ Fenil (ફેનિલ) ને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં પહોંચેલા હત્યારા Fenil (ફેનિલે) કોર્ટમાં જ લાડુ ખાવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટ દ્વારા Fenil (ફેનિલ) ની આ માંગણીને રદ્દ કરી દેવામાં આવી હતી. Grishma (ગ્રીષ્મા) ના સરકારી વકિલે જણાવ્યું હતું કે ફેનિલે ફક્ત નાટક જ કર્યું હતું, તેની તબિયત એકદમ સારી હતી.
જો પોલીસ તમને ખોટા ઈરાદાથી હેરાન કરે તો શું થઈ શકે? વાંચો બચવા માટેની ટીપ્સ
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. શનિવારના રોજ ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે.