હવે Train (ટ્રેન) માં સૂવા અંગેનો નિયમ છે, જાણી લો નવી ગાઈડલાઈન નહીં તો ભરવો પડી શકે છે દંડ હાલમાં જ Railway એ એક નવો નિયમ બનાવ્યો છે જે તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે. મોબાઈલ પર ગીતો સાંભળવા ઉપરાંત Train માં લોકો ગ્રુપમાં બેસીને જોરથી વાતો કરે છે અને હસે છે તેવી ઘણી ફરિયાદો પણ Railway ને મળી હતી. આ ઉપરાંત લાઇટો શરુ કરવા અને બુઝાવવા બાબતે પણ અનેક વિવાદો થયા છે. જેના કારણે Railway Ministry આ નવા નિયમો બનાવ્યા છે.
જો તમે Train માં મુસાફરી કરી રહ્યા છો, તો તમારા માટે આ નિયમોને જાણવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ પહેલા Railway એ કોરોનાને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. પરંતુ હવે Railway એ એ સુનિશ્ચિત કરવા માટે એક નિયમ બનાવ્યો છે કે મુસાફરોની ઊંઘમાં કોઈ ખલેલ ન પહોંચે અને તેઓ મુસાફરી દરમિયાન શાંતિથી સૂઈ શકે. જો કે, મુસાફરો માટે આ એક સારો નિયમ છે, જેની મદદથી તમે Train માં સારી રીતે સૂઈ શકો છો, તો ચાલો હવે આ નિયમ પર વાત કરીએ.
શું તમે રેલવે માં ચા કે કોફી પીઓ છો? તો આ સમાચાર તમારા માટે છે
આ નિયમો Train (ટ્રેન) માં સૂવા અંગેના છે
આ નવા નિયમ મુજબ હવે તમારી સીટ, ડબ્બો કે કોચમાં કોઈ પણ મુસાફર મોબાઈલ પર મોટા અવાજમાં વાત નહીં કરી શકે અને ના તો મોટા અવાજમાં ગીતો સાંભળી શકશે. વાસ્તવમાં યાત્રીઓની આવી અનેક ફરિયાદો બાદ Railway એ આ નિયમ બનાવ્યો છે. હવે આનાથી કોઈપણ મુસાફરની ઊંઘમાં કોઈ સમસ્યા નહીં થાય. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાર્યવાહીની જોગવાઈ છે. એટલે કે હવે તમે Train માં શાંતિથી સૂઈ શકો છો.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આરક્ષિત કોચમાં સૂવાની સુવિધા રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે અને બાકીના સમય માટે અન્ય આરક્ષિત મુસાફરો આ સીટ પર બેસી શકે છે. પરિપત્રમાં અમુક મુસાફરોને છૂટ પણ આપવામાં આવી છે. મુસાફરોને બીમાર, વિકલાંગ અને સગર્ભા મહિલા મુસાફરોના કિસ્સામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે જેથી તેઓ ઈચ્છે તો, પરવાનગી આપેલા સમય કરતાં વધુ ઊંઘી શકે.
Railway Ministry Railway ના તમામ ઝોનને આદેશ જારી કર્યો છે કે આ નિયમોને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે આ નવા નિયમો અનુસાર જો કોઈ મુસાફર ફરિયાદ કરશે તો તેને ઉકેલવાની જવાબદારી Train માં હાજર સ્ટાફની રહેશે.
તમારી મુસાફરી દરમિયાન, ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (TTE) તમારી પાસેથી ટિકિટ લેવા માટે આવે છે. કેટલીકવાર તે તમને મોડે સુધી જગાડે છે અને તમને તમારું ID બતાવવાનું કહે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે, TTE પણ તમને 10 વાગ્યા પછી ખલેલ પહોંચાડી શકશે નહીં. TTE એ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યાની વચ્ચે જ ટિકિટની ચકાસણી કરવી જરૂરી છે. રાત્રે સૂતા પછી કોઈપણ મુસાફરને ખલેલ પહોંચાડી શકાય નહીં. આ માર્ગદર્શિકા Railway Board ની છે. જો કે, રાત્રે 10 વાગ્યા પછી મુસાફરી શરૂ કરનારા મુસાફરોને આ નિયમ લાગુ પડતો નથી.