LIC IPO પ્રાઇસ બેન્ડ નક્કી, એક લોટ માટે આટલા પૈસા ખર્ચવા પડશે, પોલિસીધારકોને મળશે ડિસ્કાઉન્ટ
LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) ની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) 4 મેના રોજ ખુલવા જઈ રહી છે. ઇશ્યૂ 9 મે, 2022 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ મેગા IPO 2 મેના રોજ એન્કર રોકાણકારો માટે ખુલશે. આ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ સ્ટોક ₹902-949 હોઈ શકે છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, IPOની પ્રાઇસ બેન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને પ્રતિ સ્ટોક ₹902-949 રાખવામાં આવ્યો છે. સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.
IPO એટલે શું? કેવી રીતે લોકો થાય છે માલામાલ : Click here
LIC IPO આટલા નો હોઈ શકે છે લોટ
દરેક લોટ માટે બિડ લોટનું કદ 15 હશે. સૂત્રોએ જણાવ્યું કે LIC તેના પોલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. જ્યારે રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
LIC IPO સરકાર 3.5% હિસ્સો વેચશે
પીટીઆઈના અહેવાલ મુજબ, એલઆઈસી આઈપીઓ દ્વારા સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. આ સાથે સરકારને 21,000 કરોડ રૂપિયા મળશે. ફેબ્રુઆરીમાં સરકારે LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 કરોડ શેર વેચવાની યોજના બનાવી હતી. આ અંગેના દસ્તાવેજો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને સબમિટ કરવામાં આવ્યા હતા.
આ પક્ષી કોઈપણ અવાજની નકલ કરી શકે છે - જુઓ વિડિઓ
તમને જણાવી દઈએ કે રુસ-યુક્રેન યુદ્ધના કારણે બજારમાં આવેલી અસ્થિરતાએ પણ IPOના આયોજન પર અસર કરી હતી. ગયા અઠવાડિયે, સરકારે ઇશ્યુનું કદ પાંચ ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.
આખરે શેરબજારના રોકાણકારોની લાંબી રાહનો અંત આવ્યો છે. LIC IPOની તારીખો જાહેર કરવામાં આવી છે. BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, LICનો IPO 4 મેથી 9 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. ભારત સરકારે LIC IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી રૂ. 949 પ્રતિ શેર નક્કી કરી છે. ચાલો જાણીએ આ બહુપ્રતિક્ષિત LIC IPO થી સંબંધિત દસ મોટી બાબતો-
રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવવો એ છે અશુભ ? જાણો શું કામ
LIC IPO 10 ઉપયોગી બાબતો જાણો
1. LIC IPO GMP - IPO ગ્રે માર્કેટમાં 25% ના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો હતો. બુધવારે તે વધીને 48 રૂપિયા થઈ ગયો છે. એટલે કે, એવી અપેક્ષા છે કે LIC IPO રૂ. 997 (રૂ. 949 + રૂ. 48) પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે, ઇશ્યૂ કિંમત કરતાં 5% વધુ કિંમતે.
2. LIC IPO પ્રાઇસ- ભારત સરકારે LIC IPO ની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી રૂ. 949 પ્રતિ શેર નક્કી કરી છે.
3. LIC IPO સબ્સ્ક્રિપ્શન તારીખ - LIC નો IPO 4 મે થી 9 મે, 2022 સુધી ખુલ્લો રહેશે.
4. પૉલિસી ધારકોને છૂટ- LICની પૉલિસી ધરાવનાર કોઈપણ વ્યક્તિને સરકાર તરફથી પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તમને જણાવી દઈએ કે, આ લાભ ફક્ત તે પોલિસી ધારકોને જ મળશે જેમણે 13મી એપ્રિલ 2022 પહેલા પોલિસી ખરીદી છે.
5. કર્મચારીઓને પણ છૂટ- જો તમે LICના કર્મચારી છો તો તમને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
6. LIC IPOનું કદ કેટલું છે - સરકારનો હેતુ વેચાણ માટે ઓફર હેઠળ રૂ. 21,008 કરોડ એકત્ર કરવાનો છે.
7. IPOની લોટ સાઈઝ કેટલી છે - LIC IPOની લોટ સાઈઝ 15 શેર માટે રાખવામાં આવી છે.
8. LIC IPO મર્યાદા- કોઈપણ રોકાણકાર વધુમાં વધુ 14 અને ઓછામાં ઓછી એક લોટ માટે અરજી કરી શકે છે.
9. લિસ્ટિંગ ક્યારે થશે- LIC 17 મે, 2022 ના રોજ NSE અને BSE પર લિસ્ટ થશે.
10. LIC IPO રજિસ્ટ્રાર- Kfin Technologies Limited LIC IPO સત્તાવાર રજિસ્ટ્રાર હશે.
LIC IPO ભરવો કે નહિ ?
એક્સિસ સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ બી ગોપકુમારે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં બજારની અસ્થિરતા એલઆઈસીના શેરના પ્રદર્શનને અસર કરી શકે છે પરંતુ લાંબા ગાળે અમે આ સ્ટોક માટે ફાયદો થઇ શકે છે.
Source (IAMGUJARAT)