Smallest Mobile: આજના Technological (ટેકનોલોજીકલ) આવિષ્કારના યુગમાં કઈ નવી
ટેક્નોલોજી કયા રૂપમાં ક્યારે આવશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. આવા જ એક સમાચાર
પણ સામે આવ્યા છે, કારણ કે આજકાલ Smartphone (સ્માર્ટફોન) નો ઘણો ક્રેઝ છે અને
કંપનીઓ યુઝર્સની સુવિધા અનુસાર આકર્ષક ફીચર્સવાળા સ્માર્ટફોન બજારમાં લાવી રહી
છે. જો કે આજના સમયમાં દરેક પ્રકારના ફોન ઉપલબ્ધ છે, પરંતુ આજે પણ કેટલાક એવા છે
જે ફીચર ફોનનો ઉપયોગ કરે છે અથવા ફીચર ફોનને Secondary Phone (સેકન્ડરી ફોન)
તરીકે પોતાની સાથે રાખે છે.
આજકાલ જમાનો સ્માર્ટફોનનો છે. જેથી કરીને કંપનીઓ પણ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં
રાખીને એક પર એક લેટેસ્ટ ફીચર્સ વાળા સ્માર્ટફોન બજારમાં ઉતારે છે. આપને બધા જ
બજેટની રેન્જમાં સ્માર્ટફોન મળી રહે છે. પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જે ફીચર
ફોનનો ઉપયોગ કરે છે. આજે અમે આપને એવા જ એક ફીચર ફોન વિશે જણાવીશું જેની સાઈઝ એક
આંગળી બરાબર છે.
શું AC સાથે પંખો ચાલુ રાખવો જોઈએ કે નહીં? - જાણો અહીં
મુઠ્ઠીમાં આવી જશે આ ફોન
KECHAODA A26 એક એવો ફીચર ફોન છે જે દેખાવમાં એકદમ ક્યૂટ છે અને તેની ખાસિયત છે
તેની સાઈઝ. આ ફોન સાઈઝમાં એટલો નાનો છે કે મુઠ્ઠીમાં બંધ પણ કરી લેશો તો પણ કોઈને
ખબર નહીં પડે. આ ફોન સાઈઝમાં તમારી આંગળીથી પણ નાનો લાગશે. અને આકર્ષક પણ છે. આપ
આ ફોનને સેકન્ડરી ફોનની જેમ પણ ઉપયોગ કરી શકો છો.
ફોનની કેટલી છે કિંમત
KECHAODA A26 ફોનની કિંમત પર નજર કરીએ તો તે માત્ર 1,220 રૂપિયામાં મળી રહે છે. આ
ફોન લગભગ બધી જ ઈ-કોમર્સ સાઈટ પર મળી રહેશે. આ ફોનમાં બ્લેક, ગોલ્ડ, ગ્રે, સિલ્વર
અને પિંક કલર પણ મળી રહે છે.
નાનકડા ફોનના ફીચર્સ
KECHAODA A26 ફોનથી આપ કૉલિંગ અને મેસેજ કરી શક્શો. આ ફોનમાં 32 MB રેમ અને 32 MB
રોમ પણ મળી રહેશે. એટલુ જ નહીં પણ આપ 16 GB સુધીનું મેમરી કાર્ડ પણ લગાવી શકો છો.
આ ફોનમાં 0.66 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. અને પાવર બેકઅપ માટે 800mAhની
બેટરી પણ આપવામાં આવી છે. ફોનમાં ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે.
Buy KECHAODA A26 Mobile:
Click Here