Shree Krishna (શ્રીકૃષ્ણ) ની નગરી Dwarka (દ્વારકા) માં મહાભારત યુદ્ધનાં 36 વર્ષ બાદ સમુદ્રમાં ડુબી જાય છે. દ્વારિકાનાં સમુદ્રમાં ડુબી જતા પહેલાં શ્રીકૃષ્ણ સહીત બધા જ યદુવંશી મૃત્યુ પામે છે. સમસ્ત યદુવંશીઓના મૃત્યુ બાદ દ્વારિકા સમુદ્રમાં વિલિન થયા પાછળ મુખ્ય રૂપથી બે ઘટનાઓ જવાબદાર છે. એક માતા ગાંધારી દ્વારા શ્રીકૃષ્ણને આપવામાં આવેલ શ્રાપ અને બીજો ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણના પુત્ર સાંબ ને આપવામાં આવેલ શ્રાપ.
શા માટે અને કેવી રીતે Lord Shree Krishna (ભગવાન શ્રીકૃષ્ણ) ની Dwarka City (દ્વારકા નગરી) Sea (સમુદ્ર) માં ડુબી ગઈ? શ્રીકૃષ્ણએ જ જણાવ્યું છે તેનું સાચું કારણ જે ખુબ જ ઓછા લોકો જાણે છે. ચાલો તો આ ઘટના વિશે વિસ્તારપુર્વક જાણીએ.
રામાનંદ સાગર દ્વારા નિર્મિત શ્રી કૃષ્ણ ભાગ 1 થી 221 જુઓ અહીં
ગાંધારીએ આપ્યો હતો યદુવંશના ના શ્રાપ
મહાભારતનાં યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે યુધિષ્ઠિરનું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષિત જાહેર કરીને શ્રાપ આપ્યો હતો કે જે રીતે કૌરવોના વંશનો નાશ થયો છે એવી જ રીતે યદુવંશનો પણ નાશ થશે.
ઋષિઓએ આપ્યો હતો સાંબને શ્રાપ
મહાભારત યુદ્ધ બાદ જ્યારે 36મું વર્ષ આરંભ થયું તો અલગ અલગ પ્રકારના અપશુકન થવા લાગ્યા. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા આવ્યા. ત્યાં યાદવ કુળનાં અમુક નવયુવકોએ તેમની સાથે મજાક કરવાનું વિચાર્યું. તેઓ શ્રીકૃષ્ણના પુત્ર સાંબ ને સ્ત્રીવેશમાં ઋષિઓની પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે. તેના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે?
જ્યારે ઋષિઓને લાગ્યું કે આ યુવકો અમારું અપમાન કરી રહ્યા છે તો તેમણે ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે શ્રીકૃષ્ણનો આ પુત્ર વૃષ્ણિ અને અંધકવંશી પુરુષો નાશ કરવા માટે લોખંડ નું એક મુસલ ઉત્પન્ન કરશે, જેના દ્વારા તમારા જેવા ક્રુર અને ક્રોધી લોકો પોતાના સમસ્ત કુળનો સંહાર કરશે. તે મુસલનાં પ્રભાવથી ફક્ત શ્રીકૃષ્ણ અને બલરામ જ બચી શકશે. શ્રીકૃષ્ણની જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે કહ્યું હતું કે આ વાત અવશ્ય સાચી સાબિત થશે.
ઋષિમુનિઓનાં શ્રાપના પ્રભાવથી બીજા દિવસે જ શ્રીકૃષ્ણના પુત્ર સાંબે મુસલ ઉત્પન્ન કર્યું. જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને જાણવા મળી તો તેમણે તે મુસલને ચોરીને સમુદ્રમાં ફેંકી દીધું. ત્યારબાદ રાજા ઉગ્રસેન તથા શ્રી કૃષ્ણનગરમાં ઘોષણા કરાવી કે આજથી કોઇપણ વ્યક્તિ પોતાના ઘરમાં મદિરા તૈયાર કરશે નહીં. જે પણ વ્યક્તિ છુપાઈને મદિરા તૈયાર કરશે તેને મૃત્યુદંડ આપવામાં આવશે. ઘોષણા સાંભળીને દ્વારકાવાસીઓ એ મદિરા ન બનાવવાનો નિશ્ચય કર્યો.
ત્યારબાદ દ્વારકામાં ભયંકર અપશુકન થવા લાગ્યા. દરરોજ વંટોળ આવવા લાગ્યો, ઉંદર એટલા વધી ગયા કે રસ્તા પર મનુષ્ય કરતાં ઉંદર વધારે દેખાવા લાગ્યા. તેઓ રાત્રે સુઈ રહેલા મનુષ્યના વાળ અને નખ કાપી ને ખાઈ જતા હતા. ગાયના પેટમાંથી ગધેડા, કુતરી ના પેટ માંથી બિલાડી અને નોળિયા નાં ગર્ભમાંથી ઉંદર ઉત્પન્ન થવા લાગ્યા.
જ્યારે શ્રી કૃષ્ણે નગરમાં આ અપશુકનને જોયા તો તેમણે વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સાચો સાબિત થવાનો સમય આવી ગયો છે. આ અપશુકનને ને જોઈને તથા પક્ષના તેરમાં દિવસ અમાસનો સંયોગ જાણીને શ્રીકૃષ્ણ કાળની અવસ્થા પર વિચાર કરવા લાગ્યા. તેમણે જોયું કે આ એવો જ સમય છે જેવો યોગ મહાભારતના યુદ્ધના સમયે બન્યો હતો. ગાંધારીનો શ્રાપને સાચો સાબિત કરવાના ઉદ્દેશથી શ્રીકૃષ્ણએ યદુવંશીઓને તીર્થ યાત્રા કરવાની આજ્ઞા આપી.
પ્રભાસ તીર્થમાં રહેતા હતા તે સમયે એક દિવસ જ્યારે અંધક તથા વૃષ્ણિ પરસ્પર વાતો કરી રહ્યા હતા, ત્યારે સાત્યકિ એ આવેશમાં આવીને કૃતવર્મા ની મજાક કરી અને અનાદર કર્યો. કૃતવર્માએ પણ અમુક એવા શબ્દ કહ્યા કે સાત્યકિ ને ક્રોધ આવી ગયો અને તેણે કૃતવર્મા નો વધ કરી નાખ્યો. આ જોઈને અંધકવંશીઓ એ સાત્યકિ ને ઘેરી લીધો અને હુમલો કર્યો. સાત્યકિ ને એકલો જોઈને શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તેને બચાવવા દોડ્યા. સાત્યકિ અને પ્રદ્યુમ્ન એકલા જ અંધકવંશીઓ સાથે લડવા લાગ્યા, પરંતુ સંખ્યા વધારે હોવાને કારણે અંધકવંશીઓને પરાજિત કરી શક્યા નહીં અને અંતમાં તેમના હાથે મૃત્યુ પામ્યા.
જાણો ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ?
પોતાના પુત્રને સાત્યકિ નાં મૃત્યુથી ક્રોધિત થઈને શ્રીકૃષ્ણએ એક મુઠ્ઠી એરકા ઘાસ ઉખાડી લીધું. હાથમાં આવતાંની સાથે જ તે ઘાસ વજ્ર જેવુ ભયંકર લોખંડના મુસલ બની ગયા. તે મુસલથી શ્રી કૃષ્ણ બધાનો વધ કરવા લાગ્યા. જે કોઈ પણ વ્યક્તિ તે ઘાસ ઉખાડતું હતું તે ભયંકર મુસલમાં બદલી જતુ હતું (આવું ઋષિઓના શાપને કારણે થયું હતું). તે મુસલનાં એક પ્રહારથી જ પ્રાણ નીકળી જતા હતા. યદુવંશી પણ પરસ્પર લડીને મૃત્યુ પામવા લાગ્યા.
શ્રીકૃષ્ણનાં જોતજોતામાં જ સાંબ, ચારુદેષ્ણ, અનિરુદ્ધ અને ગદ નું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ શ્રી કૃષ્ણ વધારે ક્રોધિત થઈ ગયા અને તેમણે બાકી બચેલા બધા વીરો નો સંહાર કરી નાખ્યો. અંતમાં ફક્ત દારૂક (શ્રીકૃષ્ણના સારથિ) જ બચ્યા હતા. શ્રીકૃષ્ણે દારુક ને કહ્યું કે તમે તુરંત હસ્તિનાપુર જાવ અને અર્જુનને આ ઘટનાની જાણ કરીને દ્વારકા લઈ આવો. દારૂકે આવું જ કર્યું. ત્યારબાદ શ્રી કૃષ્ણ બલરામને તે સ્થાન પર રહેવાનું કહીને, દ્વારકા પરત ફરી ગયા.