દરેક વ્યક્તિએ વારંવાર વરસાદની મોસમમાં ઘરોમાં Kankhajura (કાનખજુરા) બહાર આવતા જોયા છે. પરંતુ ઘણી વખત ઘરના ઘણા ભાગોમાં વરસાદ વગર Kankhajura બહાર આવે છે. વાસ્તુમાં આવા Kankhajura જોવાના વિવિધ અર્થો આપવામાં આવ્યા છે. Kankhajura નો અચાનક દેખાવ સારા નસીબ અને કમનસીબી સૂચવે છે.
વાસ્તુ નિષ્ણાતોના મતે Kankhajura ને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, જો તે ઘરમાં દેખાય તો પણ તેને મારશો નહીં, પરંતુ તેને ઘરની બહાર ફેંકી દો. એવું કહેવાય છે કે Kankhajura મારવાથી વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ નબળી પડી જાય છે અને તેના પર તેની અશુભ અસર પડે છે. તો ચાલો જાણીએ કે Kankhajura કઈ રીતે દેખાવા શુભ અને અશુભ હોય છે.
તમારી આંગળીઓ તમારા વ્યક્તિત્વ વિશે શું કહી શકે છે - જાણો
આ સ્થાનો પર કાનખજુરા દેખાય
વાસ્તુ અનુસાર જો ઘરના ભોંયતળીયા પર કાનખજુરા રેંગતો જોવા મળે તો સમજવું કે ઘરમાં વાસ્તુ દોષ છે. આવી સ્થિતિમાં તેને ઉપાડીને ઘરની બહાર ફેંકી દો. જો રસોડામાં કાનખજુરા જોવા મળે તો ત્યાંની વાસ્તુ ખરાબ છે. આવી સ્થિતિમાં ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે.
આ જગ્યાએ હોય તો રાહુ થાય છે કમજોર
વાસ્તુ જાણકારો અનુસાર જો કાનખજુરા ઘરના મુખ્ય દ્વારના ઉંબરા, શૌચાલય અથવા પગથિયા ઉપર જોવા મળે તો તેનાથી રાહુ કમજોર હોવાના સંકેત મળે છે. વળી જો તે માથા ઉપર ચડી જાય તો પણ રાહુ કમજોર હોવાનું પ્રતીક માનવામાં આવે છે. તે સિવાય આવનારા સમયમાં કોઈ બીમારીથી ગ્રસ્તિત થવાના પણ સંકેત છે.
અહીંયા જોવા મળે તો સૌભાગ્યનો સંકેત
એવું નથી કે કાનખજુરા ફક્ત દુર્ભાગ્યનો સંકેત આપે છે પરંતુ તે સૌભાગ્યનો સંકેત પણ આપે છે. ઘરના પુજા ઘરમાં કાનખજુરા દેખાવા સૌભાગ્યનો સંકેત હોય છે. ઘરમાં અચાનકથી કાનખજુરા આળોટતા જોવા મળે અને પછી અચાનક ગાયબ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તમારું કોઈ કાર્ય પુર્ણ થવાનું છે.
ઘરના મુખ્ય દરવાજામાં કાનખજુરા જોવાનો અર્થ
વાસ્તુ અનુસાર જો કાનખજુરા ઘરના મુખ્ય દરવાજાની બહાર જતા જોવા મળે તો સમજી લેવું કે તે ઘરની દરેક સમસ્યાને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. બીજી તરફ, જો તે અંદરની તરફ આવતો જોવા મળે છે, તો તે ઘરે મુશ્કેલીઓ લાવી રહ્યો છે.
વાસ્તુ ખરાબ હોવાનો આપે છે સંકેત
કાનખજુરા ઘરના કોઈપણ હિસ્સામાં નજર આવી શકે છે. પરંતુ અમુક જગ્યા એવી હોય છે જ્યાં તેમનું દેખાવુ વાસ્તુદોષના સંકેત હોય છે. જો કાનખજુરા ઘરની જમીન ઉપર આળોટતા જોવા મળે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં વાસ્તુદોષ છે. વળી જો રસોડામાં જોવા મળે તો વાસ્તુ ખરાબ હોવાના સંકેત આપે છે તેમાં તેને ઉઠાવીને ઘરેથી બહાર ફેંકી દેવા જોઈએ.
તમારો જન્મ મહિનો તમારા વિશે શું કહે છે? જાણો અહીં
મરેલો કાનખજુરો આપે છે આ સંકેત
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં મરી ગયેલો કાનખજુરો જોવા મળે તો તેનો અર્થ હોય છે કે તમારી ઉપરથી કોઈ મોટી આફત ટળી ગઈ છે.
નોંધ: આ માહિતી વાસ્તુ નિષ્ણાતોના આધારે લખવામાં આવી છે. આ માહિતી નો સપોર્ટ Gujju Samachar નથી કરતું.