Appleએ આ અઠવાડિયે તેની નવી iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે. ભારતમાં તેનું ઉત્પાદન આવતા મહિનાથી શરૂ થવાની સંભાવના છે અને એવું લાગે છે કે આ વખતે TATA Group (ટાટા ગ્રુપ) પણ કંપનીના ઈન્ડિયા સપ્લાય પાર્ટનરમાં સામેલ થશે.
બ્લૂમબર્ગના સમાચાર અનુસાર, TATA Group હાલમાં Apple સપ્લાયર Wistron Corp (વિસ્ટ્રોન કોર્પ) સાથે સંયુક્ત સાહસ માટે વાટાઘાટ કરી રહ્યું છે. જો આ ડીલ સફળ થશે તો TATA - Wistron નું નવું ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ વેન્ચર ભારતમાં iPhone બનાવશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ચાલુ ગાડીમાં માથું બહાર કાઢવા માટે નથી હોતું Sunroof - જાણો તેનો સાચો ઉપયોગ
TATA ભારતમાં iPhone બનાવી શકે છે
TATA ગ્રૂપ એક જાણીતું નામ છે જે ભારતમાં મીઠાથી લઈને સ્ટીલ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે. આ કંપની સોફ્ટવેર બિઝનેસમાં પણ ઊંડી પકડ ધરાવે છે. હવે ટાટાનું નવું પગલું iPhone Production તરફ આગળ વધી રહ્યું છે, જો સફળ થાય તો તે ભારતમાં iPhone બનાવી શકે છે.
સમાચાર અનુસાર, ભારતનું ટાટા ગ્રુપ તાઈવાન સ્થિત Apple સપ્લાયર Wistron Corp સાથે હાથ મિલાવીને પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને સપ્લાય ચેઈન અને એસેમ્બલીમાં તેની કુશળતાનો લાભ લેવાનું વિચારી રહ્યું છે. જો આ ડીલ સફળ થશે તો ટાટા iPhone બનાવનારી પ્રથમ કંપની બની જશે.
હાલમાં માત્ર Foxconn અને Wistron જેવી તાઈવાનની કંપનીઓ જ iPhone બનાવે છે. ભારતમાં પણ એ જ કંપનીઓનું ઈન્ડિયા યુનિટ iPhone એસેમ્બલ કરે છે. ટાટા ગ્રુપ અને વિસ્ટ્રોન કોર્પની ભાગીદારી ભારતીય કંપનીને iPhone સપ્લાય ચેઈનમાં ભાગીદાર બનાવશે.
Apple લાંબા સમયથી iPhone ઉત્પાદનને ચીનની બહારના પ્રદેશોમાં વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે 2017 થી ભારતમાં iPhones બનાવે છે પરંતુ અહીં નવા મોડલનું ઉત્પાદન ચીનના લોન્ચિંગ કરતા એક અથવા બે ક્વાર્ટર પાછળ છે.
ગયા મહિને, મિંગ-ચી કુઓએ અહેવાલ આપ્યો હતો કે Apple iPhone 14 માટે પ્રથમ Made in China Model (મેડ-ઇન-ચાઇના મોડલ) તેમજ Made in India Model (મેડ-ઇન-ઇન્ડિયા મોડલ) નું ઉત્પાદન લગભગ એક જ સમયે શરૂ કરશે. આ પછી બ્લૂમબર્ગે જણાવ્યું કે આ બંને મોડલના પ્રોડક્શનમાં 2 મહિનાનો તફાવત હશે.
ગુજરાતનાં આ શહેરમાં હવે પેટ્રોલ-ડીઝલનાં વાહનો નહીં ચાલે ! જાણો કેમ
અન્ય સમાચારમાં, મિંગ-ચી કુઓએ ખુલાસો કર્યો કે Apple iPhone 15 માટે એકસાથે Made in China (મેડ-ઇન-ચાઇના) અને Made in India (મેડ-ઇન-ઇન્ડિયા) બંને મોડલ બનાવશે.