ટાયર એવાં જરૂરી ફેક્ટર્સમાંનું એક છે કે જે તમારી ડ્રાઇવની સુરક્ષા કરે છે અને
ક્વોલિટીને નક્કી કરે છે. તેને મુસાફરોને ટ્રાવેલ દરમ્યાન વધારે આરામ માટે ડિઝાઇન
કરવામાં આવ્યા છે પરંતુ જો તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવે તો. મોટા ભાગના
ડ્રાઇવર વર્ષોથી પોતાની કારના ટાયરમાં નોર્મલ હવાનો જ ઉપયોગ કરતા હોય છે કારણ કે,
તે જલ્દીથી મળી પણ જશે અને તે મફત હોય છે. વાહન નિર્માતા દ્વારા યોગ્ય હવાનું
દબાણ જાળવવાની ભલામણ કરવામાં આવે છે અને તે વાહનના ટાયર પ્લેકાર્ડમાં જોવા મળે
છે.
શું તમને ખ્યાલ છે કે ધકધકતી ગરમી વચ્ચે તમારી કાર માટે નાઇટ્રોજન કે નોર્મલ
હવામાંથી કયો વિકલ્પ સૌથી ઉત્તમ હોય છે.
ગુજરાત વિધાનસભાની નવી મતદાર યાદી PDF જુઓ અહીં
Normal Air (નોર્મલ હવા) માં ભેજ અથવા પાણીનું પ્રમાણ વધુ હોય છે. નોર્મલ હવાના કારણે કારના
વ્હીલ્સ પર કાટ લાગી શકે છે. Nitrogen Tire (નાઈટ્રોજન ટાયર) ના દબાણને દૂર કરે છે. ઘસાતા ટાયરનું
સ્વાસ્થ્ય તેમાં કઈ હવા ભરો છો તેના પર આધાર રાખે છે. લોકો સામાન્ય હવાને બદલે
ટાયરમાં Nitrogen Air (નાઇટ્રોજન ગેસ) ભરવાનો આગ્રહ રાખે છે. ચાલો જાણીએ કે સામાન્ય હવાને બદલે
ટાયરમાં નાઈટ્રોજનની હવા શા માટે ભરવાનું કહેવામાં આવે છે.
નાઈટ્રોજન ગેસના ફાયદા
રબરના કારણે ટાયરમાં નાઈટ્રોજન ગેસ ઓછો વધુ થઈ શકે છે, જેના કારણે ટાયરમાં દબાણ
બરાબર રહે છે. એટલા માટે જ ફોર્મ્યુલા વન રેસિંગ કારના ટાયરોમાં માત્ર
નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. જ્યારે ટાયરમાં નાઈટ્રોજન ભરવામાં આવે છે,
ત્યારે તે ટાયરની અંદરના ઓક્સિજનને પાતળું કરે છે, ઓક્સિજનમાં હાજર પાણીને દૂર
કરે છે. જેથી ટાયર વધુ સુરક્ષિત રહે છે. જ્યારે ટાયરમાં નાઈટ્રોજન ગેસ
ઉમેરવામાં આવે છે, ત્યારે તેની માત્રા 93-95 ટકા સુધી જાય છે. આ ભેજને દૂર રાખે
છે. કારણ કે નાઈટ્રોજન ઓક્સિજન કરતા હળવા હોય છે. તેથી તે ઊંચી ઝડપે પણ દબાણ
ઓછું કરે છે. નાઈટ્રોજન ગેસના ઉપયોગથી ટાયરનું આયુષ્ય વધે છે. આ સાથે ટાયર જૂના
થઈ ગયા પછી પણ વાહનનું માઈલેજ પણ સારું રહે છે.
ડ્રાઇવરોમાં નાઇટ્રોજન સૌથી લોકપ્રિય વિકલ્પ હોય છે
કારની જાળવણી કે ટાયરની જાળવણીની જ્યારે પણ વાત આવે ત્યારે મોટા ભાગના
ડ્રાઇવરોમાં નાઇટ્રોજન સૌથી લોકપ્રિય વિકલ્પ હોય છે. હવાના વિકલ્પ તરીકે
નાઈટ્રોજનની ઓફર કરવામાં આવે છે. નાઈટ્રોજનથી ભરેલા ટાયર હવાથી ભરેલા
કોમ્પ્રેસ્ડ ટાયર કરતાં વધુ સારું પ્રદર્શન કરતા હોય તેવું લાગતું હતું, પરંતુ
શું તમે જાણો છો કે તે તમારા વાહન માટે કેટલી યોગ્ય છે?
લોકો નાઈટ્રોજન ભરેલા ટાયરનો ઉપયોગ કેમ કરે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે
ટાયરના દબાણને દૂર કરે છે, ટાયરના લાંબા આયુષ્યમાં પણ તે મદદ કરે છે, ઉત્તમમાં
ઉત્તમ કંટ્રોલમાં પણ મદદ કરે છે અને માઈલેજ વધારવામાં પણ મદદ કરે છે.
જ્યારે ટાયરની અંદર સંકુચિત હવા ભરવામાં આવે છે, ત્યારે તે સમગ્ર ટાયરની અંદરની
સામગ્રીમાં ટ્રાન્સફર થઇ જાય છે. નાઈટ્રોજનના પરમાણુ અન્ય હવાના અણુઓ કરતા મોટા
હોય છે અને આથી તે ધીમી ગતિએ આગળ વધે છે. એટલાં માટે હવા અન્ય ગેસના અણુઓ કરતાં
ધીમી ગતિએ તે બહાર આવે છે, જેના કારણે હવા લાંબા સમય સુધી અંદર રહે છે. નાઈટ્રોજન
નિયમિત હવાની તુલનાએ 40% ધીમી ગતિથી આગળ વધે છે, જે ટાયરને વધારે સ્થિર બનાવે છે.
તે લાંબા સમય સુધી હવાનું દબાણ જાળવી રાખવામાં મદદ કરે છે. સતત દબાણ એક સરળ
ડ્રાઇવિંગને સુનિશ્ચિત કરે છે.
નોર્મલ હવામાં ભેજ અથવા પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તેના કારણે કારના વ્હીલ્સ
પર કાટ લાગી શકે છે. પરિણામે, તે ટાયરનું આયુષ્ય ઘટાડે છે. જ્યારે નાઈટ્રોજનમાં
પાણીની વરાળ અથવા ભેજની સામગ્રીનો આવો કોઈ જ મુદ્દો નથી, આથી કારના વ્હીલ્સ પર
કાટ લાગવાની કોઈ જ શક્યતા રહેતી નથી, ત્યારે નાઈટ્રોજનને સંકુચિત હવાની તુલનાએ
વધારે સારો વિકલ્પ કહી શકાય કારણ કે તે લાંબા સમયે મદદ કરે છે.
દેશમાં કયા CM નો કેટલો પગાર છે ? જાણો સૌથી વધુ કોનો પગાર !
વાહનોમાં નોર્મલ હવા કરતા નાઈટ્રોજન હવા પુરાવવી જોઈએ. જે ટાયરના લાંબા આયુષ્ય,
કંટ્રોલ અને માઈલેજ વધારવામાં પણ મદદ કરે છે. તો પડાહી રસ્તામાં ડ્રાઇવ અને
ફૂલસ્પીડે ડ્રાઇવ કરતા લોકોએ નાઈટ્રોજન હવા પુરાવવી જોઈએ.