આપણા સમાજમાં આજે પણ Divorce (છૂટાછેડા) ને એક કાળી ટીલી સમાન જોવામાં આવે છે. પરંતુ આજે ઘણા સમાજમાં છૂટાછેડાના કિસ્સો સતત વધતા હોવા મળી રહ્યા છે. ત્યારે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હોય એ સમય દરમિયાન પણ કોર્ટમાં ઘણી તારીખો પડતી હોય છે અને માણસ માનસિક રીતે પર્સન થાકી જતો હોય છે. ત્યારે ઘણા લોકો છૂટાછેડા થયા બાદ દુઃખ અનુભવે છે તો ઘણા લોકો હાશકારો પણ અનુભવતા હોય છે.
તમે મોટાભાગના લોકોને લગ્નની વર્ષ ગાંઠ ઉજવતા જોયા હશે. પરંતુ હાલ ગીર ગઢડામાં એક ભાઈ છૂટાછેડાની ઉજવણી કરતો જોવા મળ્યો. એક યુવકે છૂટાછેડાના એક વર્ષ પૂર્ણ થવા પર આખા ગામમાં પેંડા વહેંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે આ યુવકે જ્યારે છૂટાછેડા થયા હતા ત્યાર પણ ગામમાં આજ રીતે પેંડા વહેંચ્યા હતા. હવે એક વર્ષ બાદ પણ તેને આ ઉજવણી ફરીથી કરી હતી. જેને લઈને તે ફરીથી ચર્ચામાં આવ્યો છે.
ગજબ કેવાય, જરાક વિચારો આ ભાઈની પત્ની કેવી હશે છૂટાછેડામાં હરખાતા ભાઈએ આખા ગામમાં પેંડા વહેંચ્યા, જુઓ તસવીરો
લોકો લગ્નતિથિની ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની Penda (પેંડા) વહેંચીને ઉજવણી કરી છે. એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વહેંચ્યા હતા એ રીતે એ ઘટનાના 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે.
ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના ભરતભાઇ કોટડિયાના લગ્ન 2018 માં કોદિયા ગામની જ્ઞાતિની જ એક યુવતી સાથે રીતિ રિવાજ મુજબ થયા હતા. 3 વર્ષ સુધી બંનેનો ઘરસંસાર ચાલ્યો અને પછી સતત ઘરકંકાસને કારણે તેમણે વર્ષ 2021માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છૂટાછેડા થયા બાદ ઉજવણી કરતા તેમને પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને પેંડા વહેંચ્યા હતા.
આ સાથે પેંડાના બોક્સ પર લખ્યું હતું "છુટાછેડાના હરખના" પેંડા. ભરતભાઇ કોટડિયા નામના યુવાનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા પંરતુ પતિ પત્નીના વારંવાર ઝઘડાને કારણે છુટાછેડા લેવામાં આવ્યા ત્યારબાદ આ યુવાને છુટાછેડાની ખુશી આ રીતે મનાવી હતી.
છેક 2021માં બંનેના છૂટાછેડા થયા. એ વખતે તેમણે પોતાના Celebrating Divorce (છૂટાછેડાની ઉજવણી) કરી. સગાં-વહાલાં, મિત્રો, ઓળખીતાને પેંડા વહેંચ્યા હતા. આથી એ વખતે Social Media (સોશિયલ મીડિયા) પર પણ આ ઘટના ખૂબજ વાઇરલ થઇ હતી. ભરતભાઇને વિદેશથી પણ આ માટેના ફોન આવતા. ભરતભાઇ પાનનો ગલ્લો ધરાવે છે. તાજેતરમાં જ તેમના છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં તેમણે ફરી બધાને પેંડા ખવડાવી છૂટાછેડાના 1 વર્ષની ઉજવણી કરી હતી. આ વાત એટલી બધી ચર્ચાસ્પદ બની હતી કે, આ પંથકમાં ક્યાંય ડાયરો હોય તો કલાકાર પણ ભરતભાઇના છૂટાછેડાની ઉજવણીની કહાણી પોતપોતાની આગવી ઢબે રજૂ કરી લોકોને હસાવે છે.