આજકાલ દરેક લોકો ને કંઈક નવું કરીને પોતાની એક નવી ઓળખ બનાવી છે અને પ્રખ્યાત થવું છે જેથી નવા નવા સંશોધન કરી ને Famous થવા માટે અવનવા પ્રયોગ કરતા હોઈ છે. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ. જેમાં એક Youtuber એક એવી વસ્તુ બનાવી છે જે ખુબ જ અદભુત છે.
iPhone જ્યારે પહેલીવાર 5 ઈંચથી મોટી સ્ક્રીન સાઈઝમાં લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તે આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જો અમે તમને પૂછીએ કે તમારા ફોનની સ્ક્રીનની સાઈઝ કેટલી છે અને તેનું વજન કેટલું છે, તો તમે કહેશો કે તે 6.7 ઈંચની સ્ક્રીન અને વધુમાં વધુ 250 ગ્રામનો ફોન હશે, પરંતુ જો અમે તમને કહીએ કે કોઈએ બનાવ્યો છે. સાત ફૂટનો ફોન. અને આ ફોન પણ કામ કરી રહ્યો છે, તો તમને નવાઈ લાગશે અને વિશ્વાસ નહીં થાય, પરંતુ એ વાત સાચી છે કે એક યુટ્યુબરે દુનિયાનો સૌથી મોટો iPhone તૈયાર કર્યો છે, જે કામ પણ કરી રહ્યો છે.
(Image:YouTube/Matthew Beem) |
World Largest iPhone : વિશ્વનો સૌથી મોટો આઇફોન મેથ્યુ બીમ નામના યુટ્યુબર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ iPhone સાત ફૂટ લાંબો છે અને તેનું વજન લગભગ 226 કિલો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ યુનિક આઈફોન સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેમાં સિમ કાર્ડ ટ્રે પણ છે. યુટ્યુબરે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે મેથ્યુ બીમ આ ફોનની હોમ સ્ક્રીન પર સ્ક્રોલ કરી રહ્યો છે અને સબવે સર્ફર્સ ગેમ પણ રમી રહ્યો છે.
(Image:YouTube/Matthew Beem) |
તમે જાણો છો કે તે iPhone માં કોઈપણ અનધિકૃત ગેજેટ્સ અથવા ભાગોના ઉપયોગને સમર્થન આપતું નથી. ઉદાહરણ તરીકે, જો આઇફોનમાં અનધિકૃત ભાગોનો ઉપયોગ કરવામાં આવે તો ટચ આઇડી કામ કરતું નથી, પરંતુ મેથ્યુ અને તેની ટીમે તેને તોડી નાખ્યું છે.
YouTubersની એક ટીમે લેસરની મદદથી ટીવીને ટચ-સ્ક્રીનમાં ફેરવી દીધું. આ iPhoneનો દુનિયાનો સૌથી મોટો કેમેરો પણ કામ કરી રહ્યો છે. અગાઉ 6 ફૂટના iPhoneનો રેકોર્ડ હતો જે આ વખતે તૂટી ગયો છે. 6 ફૂટનો આઇફોન ZHC નામના યુટ્યુબર દ્વારા બનાવવામાં આવ્યો હતો.