જે લોકો Hinduism (હિંદુ ધર્મ) માં માનતા હોય છે તેઓને પોતાની મનોકામના પૂર્ણ
કરવામાં ઘણી શ્રદ્ધા હોય છે. મોટા મંદિરોમાં લોકોની ભીડ આ આસ્થાનો જીવંત પુરાવો
છે. ઘણી વખત તમે લોકોને તેમની ઈચ્છા પૂરી થયા પછી ભગવાનને આપેલા વચન અનુસાર
પ્રસાદ ચઢાવે છે. આ ચઢાવો લોકોની આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે.
દક્ષિણ ભારતના Andhra Pradesh Visakhapatnam (આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ) માં
સિંહચલમ પહાડી પર સ્થિત Sri Varaha Lakshmi Narasimha Swamy Temple (શ્રી
વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર) માં એક ભક્તે ભગવાનને પણ છેતર્યા. વાસ્તવમાં,
ભક્તે મંદિરના દાનપેટીમાં રૂપિયા 100 કરોડનો ચેક મૂક્યો હતો.
આ પણ વાંચો: શું તમે મોબાઈલ રસોડામાં લઈ જાઓ છો? જુઓ આ વીડિયો
ભક્તે ભગવાન સાથે શું છેતરપિંડી કરી ?
તાજેતરમાં જ એક ભક્તે વિશાખાપટ્ટનમના સિંહાચલમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં હુંડી (દાન પેટી)માં રૂપિયા 100 કરોડનો ચેક જમા કરાવ્યો. જ્યારે મંદિરના સત્તાવાળાઓએ સંબંધિત બેંકને ચેક મોકલ્યો ત્યારે તેઓ ચોંકી ગયા કે ભક્તના ખાતામાં માત્ર 17 રૂપિયા જ હતા. ગુરુવારે સોશિયલ મીડિયા પર ચેકની તસવીર સામે આવી હતી, જેમાં બોદ્દેપલ્લી રાધાકૃષ્ણની સહી હતી.
વિશાખાપટ્ટનમનું શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ
મંદિરોમાંનું એક છે. ભક્તે ચેક પર તારીખ લખી નથી, જે કોટક મહિન્દ્રા બેંકનો છે.
ચેક દર્શાવે છે કે ભક્ત વિશાખાપટ્ટનમ સ્થિત બેંકની શાખામાં એકાઉન્ટ ધારક છે.
જ્યારે મંદિર સંસ્થાના અધિકારીઓને હુંડી (Donation Box) માં ચેક મળ્યો ત્યારે તેઓ
તેને એક્ઝિક્યુટિવ ઓફિસર પાસે લઈ ગયા. તેને કંઈક ગૂંચવાયેલું લાગ્યું અને તેણે
અધિકારીઓને સંબંધિત બેંક શાખામાં તપાસ કરવા કહ્યું કે શું તે ખરેખર રૂપિયા 100
કરોડનો ચેક છે.
ભક્ત વિરુદ્ધ શું એક્શન લેશે મંદિર ?
બેંક અધિકારીઓએ મંદિર સંસ્થાને જાણ કરી હતી કે જે વ્યક્તિએ ચેક જારી કર્યો હતો
તેના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. મંદિર સત્તાવાળાઓ દાતાની ઓળખ માટે બેંકને
નોટિસ આપવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો દાતાનો ઈરાદો મંદિર
સત્તાવાળાઓને છેતરવાનો હતો, તો બેંકને તેની સામે ચેક બાઉન્સનો કેસ શરૂ કરવા
વિનંતી કરવામાં આવી શકે છે.
ભક્તના આ કૃત્ય પર ઇન્ટરનેટ પર રસપ્રદ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જ્યારે કેટલાક
નેટીઝન્સે ટિપ્પણી કરી હતી કે તે વ્યક્તિએ ભગવાનના ક્રોધને આમંત્રણ આપ્યું હતું,
કેટલાક અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી કે તેણે તેની પ્રાર્થનાનો જવાબ આપવા માટે
ભગવાનને અગાઉથી ચૂકવણી કરી હોવી જોઈએ.