હાલ દરેક લોકો ને પોતાની નાની કે મોટી જરૂયાત માટે લોન લીધેલ હોઈ છે અને એના વગર ઘણી મુશ્કેલી ઉભી થાય છે એવા લોકો માટે વધુ મુશ્કેલી ઉભી થશે કારણ કે દેશની આ 4 બેંક પોતના વ્યાજદરમાં વધારો કર્યો છે જેથી આ બેન્કના લોન ના ગ્રાહકોની લોન વધુ મોંઘી બનશે. જાણો તમારી બેન્ક તો આ લિસ્ટમાં નથી ને.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 10 August 2023 નાણાકીય સમીક્ષા બેઠકમાં નીતિગત વ્યાજ દર (Repo Rate)માં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો. જો કે આ પછી પણ ચાર પ્રમુખ બેંકોએ Home loan સહિત અન્ય લોનના interest rates માં વધારો કર્યો છે. તેમાં Bank of Baroda (BOB), Canara બેંક, બેંક ઓફ Maharashtra અને Karur Vysya Bank નો સમાવેશ થાય છે.
આ વાંચો : RBI એ આ 2 બેંકોના લાયસન્સ કર્યા રદ
આ વાંચો : ગદર 2 એ કેટલી કમાણી કરી ? જુઓ આજે કોણ આગળ
ચારેય બેંકોએ તમામ લોન માટે Marginal Cost Based Lending Rate (MCLR)માં સુધારો કર્યો છે. MCLR એ મૂળભૂત લઘુત્તમ દર છે જેના આધારે બેંકો customers ને Loan આપે છે. BoB એ એક વર્ષનો MCLR સુધારીને 8.70 ટકા કર્યો છે. હાલમાં 8.65 ટકા છે. Canara બેંકે પણ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તે હવે વધીને 8.70 ટકા થઈ ગયો છે. નવા દર 12 ઓગસ્ટથી લાગુ થશે.
Bank of Maharashtra (BoM) એ MCLRમાં 0.10% નો વધુ કર્યો છે. 1 વર્ષનો MCLR 8.50% થી વધારીને 8.60% થયો છે. નવા સુધાર કરેલ દરો 10 August થી લાગુ થશે. તે જ સમયે, private sector ની Karur Vysya Bank Loan દર 0.15 ટકા વધારીને 7.75% કર્યો છે. સુધારેલા દરો 14 August થી લાગુ થશે.
આ rate વધવાથી શું થશે ?
બેંકોના આ પગલાથી ગ્રાહકો પર માર ગ્રાહકો ને પડશે. home loan, personal loan, car loan વગેરેની EMI માં વધારો થશે કારણ કે આ તમામની સીધી અસર MCLR પર પડે છે. જો બેંક ગ્રાહકને લોન આપે છે, તો તે MCLR દર પર વ્યાજ વસૂલે છે. જો આમાં કોઈ ફેરફાર થાય છે તો લોનની કિંમત એટલે કે વ્યાજ દર પર પણ અસર પડે છે.
આ બેંકોએ પહેલેથી જ વધારો કર્યો છે:
અગાઉ HDFC, ICICI, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ પણ MCLR વધાર્યો હતો. તેમના દર 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.