આજના 10 બ્રેકિંગ ન્યૂઝની વાત કરીયે તો ડુપ્લીકેટ મસાલા, ખેડૂત માટે યોજના અને કેનેડા માં વધુ એક ગેન્ગસ્ટરની હત્યા થઇ આ ઉપરાંત હવમાન વિભાગની આગાહી
હવામાન વિભાગે નવી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ માં આજ ના દિવસે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની વરસી શકે છે. એકંદરે આજે છુટા છવાયા વરસાદ ની આગાહી
સુરતમાં ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું
બ્રાન્ડેડ Everest અને Rajesh Masala ના નામે ડુપ્લીકેટ મસાલાનું વેચાણ કરતા હતાં. પોલીસે ડુપ્લીકેટ મસાલા બનાવતા 2 આરોપીને 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે આ લોકો પલસાણા માં આ કૌભાંડ ચાલવતા હતા.
આધાર કાર્ડને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય
મળતી જાણકારી અનુસાર, Aadhaar card હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી એટલે કે sub-registrar's office માં દસ્તાવેજ નોંધણી સમયે જરૂર જણાય તો Aadhaar card ના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો પડશે.
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા
ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે કેનેડામાં A કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનાકેની લગભગ 15 ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પંજાબથી નકલી પાસપોર્ટ તૈયાર કરીને સુખા દુનાક વર્ષ 2017માં કેનેડા ભાગી ગયો હતો.
PM Kusum Yojana
ખેડૂતોને સબસિડી પર મળશે આ કૃષિ સાધનો, પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પંપ મળે છે. હાલમાં સિંચાઈ માટે ખર્ચાળ હોવા છતાં ખેડૂતો ઈલેકટ્રીક અથવા ડીઝલ પંપનો ઉપયોગ કરવો પડે છે.
પંજાબી ગીતો ગાતા પંજાબી સિંગરનો કાર્યક્રમ રદ્દ
પંજાબી કેનેડિયન સિંગરનો કોન્સર્ટ જે મુંબઈમાં યોજવાનો હતો એ રદ કરી દેવામાં આવ્યો છે. સિંગર શુભનીત સિંહ ઊર્ફ શુભ પર ખાલિસ્તાની નો સમર્થક હોવાનો આરોપ છે. આ વિવાદ એને થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર કરેલ પોસ્ટ ના લીધે વિવાદ હતો જેમાં એને પંજાબ અને કાશમીર ને દેશનો ભાગ નહોતો બતાવ્યો.
શેર બજારમાં ભારે ઘટાડો
આજે માર્કેટ ખુલતાની સાથે મોટો ઘટાડો જોવા મળ્યો છે જેમાં Sensex માં 500 થી વધુ અંકનો ઘટાડો નોંધાયો હતો જ્યારે Nifty માં 120 થી વધુ પોઇન્ટ નો ઘટાડો નોંધાયો છે.
One Day બોલિંગ રેંકિંગ માં મોહમદ સિરાજ પ્રથમ નંબર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર Mohammad Siraj હવે વન ડે બોલર્સ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. ICC rankings માં જમણા હાથના પેસર Siraj નવમા નંબરેથી સીધો પહેલા નંબરે પહોંચ્યો હતો.