આજ ના 12 સૌથી મોટા અને ઝડપી સમાચાર નીચે મુજબ છે. ખેડૂત માટે રાહત ના સમાચાર છે સાથે જ ઈસરો એ ચંદ્ર ની નવી તસ્વીર મોકલી છે. World Cup 2023 માટે ભારતની ટિમ નું એલાન પણ થયું છે.
હવામાન વિભાગ ની આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદ માટે ની સિસ્ટમ ચાલુ થઈ છે, જે અંદાજે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનવાની શક્યતા. જેથી આગામી 6 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર માં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.
સાળંગપુર વિવાદ સનાતન ધર્મ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સાળંગપુર ભીંત ચિત્રો નો મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના દ્વારા વિવાદિત એ ભીંતચિત્રો દૂર કરી લેવામાં આવ્યા છે.
સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર જવા તૈયાર થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. સંપ્રદાય ના અમુક ગ્રન્થો જેમાં શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન ને નાના ચીતરવામાં આવ્યા છે એ એના પુરવા આપો અથવા એને દૂર કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ભાજપની રણનીતિ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું મહત્વનું નિવેદન આપ્યું, જે મુજબ આ ચૂંટણીઓ માં પણ નવા ચેહરાઓની પસંદગી કરાશે એટલે કે નો રિપીટ થિયરી પસંદગી થશે. તેમણે ઉમેર્યું કે, જેથી નવા કાર્યકરોને તક મળશે.
એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમદેવાર નવા ઉતરવામાં આવશે.
ઇન્ડિયા નહિ ભારત કહો
નવી દિલ્હીમાં થનારી G-20 summit ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહેલી છે. આ વચ્ચે જી20 રાત્રીનાં ભોજન આમંત્રણમાં રાષ્ટ્રપતિને 'President of India' ની જગ્યાએ 'President of Bharat' પત્રિકા માં લખવામાં આવ્યું છે જેથી વિપક્ષ હોબાળો કરવા નું શરુ કરી દીધું છે.
19 વર્ષ પહેલા ઇન્ડિયા ને ભારતમાં બદલવાની માંગ કરવામાં આવી હતી, મુલાયમ સિંહ યાદવે UP Vidhansabha પ્રસ્તાવ રજૂ કર્યો હતો
ભુપેન્દ્ર પટેલ માટે રાહત ના સમાચાર
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયતમાં હાલ સુધારો થતાં મુંબઈ થી અમદાવાદ લાવવામાં આવશે.
ઈસરોએ ચાંદ ની નવી તસ્વીર નવા અંદાજ
Pragyan Rover મોકલેલી લેટેસ્ટ તસવીરને હવે ISRO એ નવી અને અનોખી રીતે રજૂ કરી છે. આ તસવીરમાં ચંદ્રની સપાટી ને જોતા લાલ અને વાદળી રંગ દેખાય છે.
G-20 SUMMIT IN INDIA
G-20 SUMMIT માં President of Russia અને President of China ન આવવા અંગે વિદેશ મંત્રી ડૉ. જયશંકર કહ્યું ઘણી વખત એવું બને છે કે કોઈ કારણોસર દેશના વડા આવી શકતા નથી, તેમની જગ્યાએ તે દેશના પ્રતિનિધિઓ આવે છે અને તે વડા/દેશ ના વિચારો રજૂ કરે છે.
દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમી ની તૈયારી
આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. રક્ષાબંધન ના 8 દિવસ પછી આઠમ ઉજવવા માટે છે .
Team India Squad for World Cup 2023:
ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વન ડે વર્લ્ડ કપ 2023 રમશે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન અને તિલક વર્માને પણ તક મળી નથી જે માંથી 2 ખેલાડી ને Asia Cup સ્થાન મળ્યું હતું