ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) હવે અવકાશમાં વધુ જવા
માટે તૈયાર છે. આ વખતે નજર સૂર્ય પર છે, જેના માટે ISRO 2 સપ્ટેમ્બરે Aditya L1
Mission (આદિત્ય-L1 મિશન) ને અવકાશમાં લોન્ચ કરશે. સૂર્યનો અભ્યાસ કરવા માટેના
ભારતના પ્રથમ અવકાશ મિશનનું કાઉન્ટડાઉન આજે શુક્રવાર (1 સપ્ટેમ્બર)થી શરૂ થશે.
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે
સ્પેસ એજન્સી દેશના મહત્વાકાંક્ષી સૌર મિશન 'આદિત્ય-એલ1'ના 2 સપ્ટેમ્બરના
પ્રક્ષેપણ માટે તૈયારી કરી રહી છે અને તેના પ્રક્ષેપણ માટેનું કાઉન્ટડાઉન
શુક્રવાર (1 સપ્ટેમ્બર)થી શરૂ થશે.
આદિત્ય L1 ક્યાં પાર્ક કરવામાં આવશે?
આદિત્ય L1ને સૂર્ય અને પૃથ્વીની સિસ્ટમના L1 બિંદુની આસપાસ ભ્રમણકક્ષામાં
મૂકવામાં આવશે. આ એક એવું બિંદુ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ
તટસ્થ છે. અવકાશમાં આ 'પાર્કિંગ પ્લેસ' પર ગુરુત્વાકર્ષણ બળોના સંતુલનને કારણે,
વસ્તુઓ અહીં રહી શકે છે, જેનાથી ઇંધણનો વપરાશ પણ ઓછો થાય છે.
સૂર્ય તરફનું ભારતનું પ્રથમ મિશન
સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે, જે ISRO એવા સમયે
હાથ ધરવા જઈ રહ્યું છે જ્યારે તેણે તાજેતરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર
ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો દીધો હતો. દક્ષિણ
ધ્રુવ પર સફળ ઉતરાણ કરનાર ભારત વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ છે.
મિશન ચંદ્ર સાથે ભારત ચંદ્ર પર ઉતરેલા ખાસ દેશોની ક્લબમાં સામેલ થઈ ગયું છે. આ
પહેલા અમેરિકા, સોવિયત યુનિયન અને ચીન પણ ચંદ્ર પર સફળ ઉતરાણ કરી ચૂક્યા છે. જો
કે, આમાંથી કોઈ દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ન હતું.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) August 30, 2023
The preparations for the launch are progressing.
The Launch Rehearsal - Vehicle Internal Checks are completed.
Images and Media Registration Link https://t.co/V44U6X2L76 #AdityaL1 pic.twitter.com/jRqdo9E6oM
રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે
એસ સોમનાથે ચેન્નાઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે લોન્ચિંગની તૈયારી કરી
રહ્યા છીએ. રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. અમે પ્રક્ષેપણ માટે પ્રેક્ટિસ પૂર્ણ કરી
લીધી છે." આ મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી
લોન્ચ થવાનું છે.
આદિત્ય-L1 અવકાશયાન સૂર્યની ભ્રમણકક્ષાના દૂરસ્થ અવલોકન માટે અને L1 (સૂર્ય-અર્થ
લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે, જે પૃથ્વીથી લગભગ
1.5 મિલિયન કિલોમીટર દૂર છે.
તમે રોકેટ લોન્ચ ક્યાં જોઈ શકશો?
ઇસરો દ્વારા આદિત્ય એલ-1 નું લોન્ચિંગ દુનિયાને બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
તેની વેબસાઈટ પર, સંસ્થાએ પ્રેક્ષકોને શ્રીહરિકોટા કેન્દ્રથી Aditya L1 Live
Launch (આદિત્ય L-1નું લાઈવ લોન્ચ) જોવા માટે વ્યુ ગેલેરી સીટો બુક કરવાનો વિકલ્પ
આપ્યો હતો. જો કે, આ માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ જ
ભરવામાં આવી હતી.
Aditya L1 Launch Live Streaming Telecast
Here
આ પણ વાંચો: શું તમે મોબાઈલ રસોડામાં લઈ જાઓ છો? જુઓ આ વીડિયો
એટલું જ નહીં, ISROની વેબસાઈટ
isro.gov.in પર જઈને
દર્શકો આદિત્ય એલ-1ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે અને પળે પળની અપડેટ્સ
મેળવી શકશે. આ સિવાય યુઝર્સ ઈસરોની ઓફિશિયલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પરથી
લોન્ચને લાઈવ સ્ટ્રીમ પણ કરી શકે છે.