આ ભાગ દોડ ની જિંદગી માં દરેક લોકો ને સમાચાર જોવાનો સમય હોતો નથી એની માટે અમે દેશ દુનિયા ના ટોપ 10 સમાચારો એક ટૂંકા રૂપ માં તમે જણાવીએ છીએ જેથી તમારો સમય પણ બચે અને સમાચાર પણ ચુંકાઇ નહિ.
માત્ર 2 મિનિટ માં અમે તમને આજ ના 10 મોટા સમાચાર આપીએ છીએ, ચાલો જોઈએ
અંબાલાલ પટેલની ખેલૈયાઓ માટે મોટી આગાહી :
વરસાદ નવરાત્રીની મજા લેવા નહિ દે 17,18,19 ઓક્ટોબરે ગુજરાત રાજ્યમાં વરસાદની Ambalal Patel ની આગાહી છે. 17,18,19 ઓક્ટોબરે ના દિવસો માં મધ્યગુજરાત તેમજ ઉત્તરના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદની આગાહી કરી રહી રહ્યા છે.
અંબાલાલ પટેલ વાવાઝોડાની આગાહી
અંબાલાલ જીવાભાઈ પટેલ અંદાજ અનુસાર 12 October અરબસાગરમાં હાઈપ્રેશર બની શકે
છે.
20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે. 16 થી 24 November માં
બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે.
હવમાન વિભાગ ની આગાહી
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા 7 દિવસ માં વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરી છે. ઉપરાંત October માં તાપમાન સામાન્ય અને યથાવત રહેશે. હવમાન વિભાગ ધ્વરા હજુ સુધી વાવાઝોડા અંગે કોઈ આગાહી અમને જોવા મળી નથી
હવે વૉટ્સએપ ચેનલથી પણ થશે કમાણી?
WhatsApp થી કમાણી કરવા માટે તમારે સૌથી પહેલા WhatsApp પર ચેનલ બનવાવી પડશે અને ત્યાર બાદ જેમ Youtube ચેનલમાં Subscriber હોઈ છે એમ આમ પણ તમારે Follower બનાવવા પડશે.
ત્યાર બાદ તમે બ્રાન્ડ પ્રમોશન, માર્કેટિંગ કરી તમે ઘરે બેઠા ખુબ સારા એવા પૈસા કમાઈ શકો છો.
વૉટ્સએપ ચેનલ કેવી રીતે કમાણી ?
આ માટે સૌ પ્રથમ તમારે whatsapp માં ચેનલ બનાવી પડશે.
ત્યાર બાદ એ ચેનલ માં તમારે એવી માહિતી નાખવી પડશે કે જેથી વધુ ને વધુ લોકો આ ચેનલ માં જોડાય ત્યાર બાદ તમે આ ચેનલ ને અનુરુપ માર્કેટિંગ અથવા બ્રાન્ડ પ્રમોશન કરી ને કમાણી કરી શકો છો.
રાત્રે ઊંઘમાં જ આખો પરિવાર જીવતો સળગ્યો
પંજાબના જાલંધરમાં આગમાં દાઝી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આખા ઘરમાં આગ લાગી હતી.
ફટાકડાની દુકાનમાં આગ, 14ના મોત
શનિવારે બેંગલુરુના અનેકલમાં અટ્ટીબેલેમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગમાં 14ના મોત થઈ ગયા છે.
દશેરા-દિવાળી માટે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. ટ્રકમાંથી ફટાકડા ઉતારતી વખતે તેમાં આગ લાગી હતી.
ટ્રકમાં આગ 150 બકરા સહીત ત્રણ લોકો ભડથું
મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતાં ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા.બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં સળગી ઊઠી હતી. આ આગમાં 150થી વધુ ઘેટાં અને બકરા બળીને ખાખ થઈ ગયાં હતાં.
5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત
આજે ચૂંટણીપંચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી.
વિધાનસભા ચૂંટણી 2023 | ||||
---|---|---|---|---|
રાજ્ય (કુલ બેઠકો) | મતદાન સ્ટેજ | મતદાન તારીખ | વિધાનસભા બેઠકો | મત ગણતરી/ચૂંટણીના પરિણામો |
મધ્યપ્રદેશ (230) | 1 | 17 નવેમ્બર, 2023 (શુક્રવાર) | 230 | 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) |
રાજસ્થાન (200) | 1 | 23 નવેમ્બર, 2023 (ગુરુવાર) | 200 | 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) |
તેલંગાણા (119) | 1 | 30 નવેમ્બર, 2023 (ગુરુવાર) | 119 | 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) |
છત્તીસગઢ (90) | 1 | 7 નવેમ્બર, 2023 (મંગળવાર) | 20 | 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) |
- | 2 | 17 નવેમ્બર, 2023 (શુક્રવાર) | 70 | 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) |
મિઝોરમ (40) | 1 | 7 નવેમ્બર, 2023 (મંગળવાર) | 40 | 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) |
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે કરવામાં આવશે.
બાળક સાથે ગુરુકુળ આચાર્યની હેવાનિયત
આ ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરના સિદૌલી સ્થિત ગુરુકુલ (સંસ્કૃત શાળા)માં બની હતી.
અહીં ભણાવતા આચાર્ય સતીષે વિદ્યાર્થી દીપકને નજીવી બાબતે બેરહેમીથી માર માર્યો હતો.
પતિએ પત્નીની હત્યા બાદ પોલીસને કર્યો ફોન
નિકોલમાં પતિએ જ કંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી પોલીસને જાતે જ જાણ કરી હતી.
મૃતક મહિલા પતિ સાથે ચા પીતી વેળાએ ઘરની બાબતોમાં કંકાસ થતા પતિએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.