Type Here to Get Search Results !

Bank of Baroda પર RBI ની મોટી કાર્યવાહી ! લાખો ગ્રાહકો પર અસર

Bank of Baroda પર RBI દ્વારા મોટી કાર્યવાહી, લાખો ગ્રાહકો પર તેની સીધી અસર પડશે

Bank of Baroda પર RBI ની મોટી કાર્યવાહી


બેંક ઓફ બરોડા (BoB)ના લાખો ગ્રાહકો માટે ખુબ જ મહત્વના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ Bank of Baroda ને 'BoB World' મોબાઈલ એપ પર suspend customer onboarding કરવાનો આદેશ આપ્યો છે.

RBI એ BoB પર શું એક્શન લીધું ?

Bank of Baroda Customer Aler : Bank of Baroda (BoB) ના લાખો ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) ને તાત્કાલિક અસરથી તેની મોબાઇલ એપ્લિકેશન 'BoB World' પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે હવે નવા ગ્રાહકો BoBની આ એપમાં જોડાઈ શકશે નહીં. 



નવા ગ્રાહકો BoBની BoB World એપમાં જોડાઈ શકશે નહીં

Bank of Baroda  ના જુના ગ્રાહકો પર શું અસર થશે ?

જો કે, આની બેંક ઓફ બરોડાના જૂના ગ્રાહકોને અસર થશે નહીં કારણ કે રિઝર્વ બેંકે 'BoB World'ના જૂના ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા જણાવ્યું છે.

Bank of Baroda ના ક્યાં ગ્રાહકો અસર થશે ?

આની અસર Bank of Barodaના તે એવા ગ્રાહકોને થશે જેમનું બેંકમાં ખાતું છે જે લોકો હજુ સુધી ''BoB World' એપ સાથે જોડાયેલા નથી. અથવા વાપરતા નથી આવા લોકો હવે આ એપ જ્યાં સુધી RBI ના પ્રતિબંધ છે ત્યાં સુધી આ વાપરી શકશે નહિ. 

BoB World એપ્લિકેશન માં શું સુવિધા મળે છે ?

આ એપ માં Internet Banking ઉપરાંત બેંકની આ એપ પર યુઝર્સને યુટિલિટી સંબંધિત payments, tickets, IPO subscription જેવી અનેક સુવિધા મળે છે.

RBI એ BoB World વિશે શું કહ્યું

આરબીઆઈએ જણાવ્યું હતું કે એપ્લિકેશન પર ગ્રાહકોને જે રીતે ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા તેના પર જોવામાં આવેલી કેટલીક ચિંતાઓને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. RBI દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, "Reserve Bank of India, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને, Bank of Baroda ને 'BoB World' પર વધુ ગ્રાહકો ઉમેરવાની એટલે કે નવા કસ્ટમર ઉમેરવાની પ્રક્રિયાને તાત્કાલિક સુવિધા બંધ આપવાનો નિર્દેશ આપ્યો છે. ' BoB World મોબાઇલ એપ. તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. 

BoB World નવા ગ્રાહકો કયારે વાપરી શકશે ?

RBI ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,  "'BoB World' એપ પર બેંકના ગ્રાહકોને ઓનબોર્ડ કરવાની કોઈપણ પ્રક્રિયા બેંક દ્વારા ઓળખવામાં આવેલી ખામીઓને દૂર કર્યા પછી જ થશે અને સંબંધિત પ્રક્રિયાઓને મજબૂત બનાવશે અને RBIને સંતોષ થશે, ત્યારે જ ફરી શરુ થઇ શકશે" નિવેદનમાં આવું જણાવવામાં આવ્યું છે.

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!