હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે. પરંતું ગુજરાતમાં હજુ વરસાદની આગાહી છે. આ વિશે Meteorologist Ambalal Patel (હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે) જણાવ્યું કે, આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા ઉત્તર ભારતમાં ઠંડી ની અસર જલ્દી જોવા મળશે. જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોના કારણે ઠંડક વધશે. હાલ ગરમીમાં ઘટાડો જોવા મળશે.
5, 6 અને 7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગચાળો આવવાની શક્યતા ઘણી છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો જેવા કે પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે અને સીઝનની પહેલી હિમવર્ષા 7 થી 9 ઓક્ટોબર વચ્ચે થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી પૂર્ણ શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલની શક્યતા છે.
અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી વાવાજોડું બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના રહેલી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે ગરમીનો અહેસાસ થઇ શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી જશે. જ્યારે 26 ઓક્ટોબર પછી ગુજરાતમાં ગરમીમાં વધ ઘટ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 14 અને 15 ઓકટોબરે વરસાદની કોઈ શક્યતા નથી. હાલ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઇ લેશે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ એકદમ સૂકું રહેશે. સાથે જ ઓકટોબરમાં પણ તાપમાન સામાન્ય રહેશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કાલથી એટલે કે 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. 10 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં હવાનું હળવું લો પ્રેશર ઉભુ થઇ શકે છે. 12 થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઇ શકે છે. ઉપરાંત 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ જણાઈ રહી છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે. ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની પણ સંભાવના છે. આગામી થોડા દિવસોમાં જ ગરમીનું પ્રમાણ વધશે. જ્યારે સ્કાયમેટે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર પછી બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતા અને દશેરાનાં દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.