Shubman Gill World Cup : BCCI એ શુભમન ગિલના સ્વાસ્થ્યને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ગિલ ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એ પણ શૂન્યમાં આઉટ થયો હતો. જેથી ચિંતાનો વિષય બન્યો છે.
Shubman Gill World Cup 2023 : ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન Shubman Gill ગઈ કાલે એટલે કે 9 ઓક્ટોબર 2023ના રોજ ટીમ સાથે દિલ્હી ગયો ન હતો. હવે ગિલ અફઘાનિસ્તાન સામેની ટીમની આગામી મેચમાં પણ રમી શકશે નહીં. BCCI એ પોસ્ટ શેર કરીને Latest Update આપી છે. વર્લ્ડ કપમાં ભારતની આગામી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમાશે.
શું પાકિસ્તાન સામેની મેચમાંથી રમશે ?
ગિલ હવે અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય. આવી સ્થિતિમાં ગિલ પાકિસ્તાન સામેની મેચ પહેલા ફિટ થઈ જશે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ રહી ત્યારે અત્યારે એક ખુબ જ મહત્વ ના સમાચાર આવ્યા છે શુભનમ ગિલ ને ચેન્નાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ડેન્ગ્યુ ના લીધે પ્લેટલેટ કણ ની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું છે.
IND vs PAK મેચ 14મી ઓક્ટોબરે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાવાની છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે ભારતે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીમાં Afghanistan સામે રમવાની છે.
ભારતે પોતાની શરૂઆત ઑસ્ટ્રેલિયા ને હરાવી ને કરી છે પણ શુભનમ ગિલ નું જે મુજબ નું હાલ તેની ફોર્મ છે એ મુજબ ભારત ને તેની ખોટ પાકિસ્તાન ની મેચ વર્તાશે જો એ નહિ રમે તો મોટું નુકશાન છે.