ગુજરાતમાં આજ સવારથી જ વાતાવરણ માં પલટો આવ્યો છે જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો અને સોંરાષ્ટ્ર ના ગામડાઓનો પણ સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓ માં વરસાદ ના સમાચાર સામે આવ્યા છીએ. ચાલો જાણીએ આગામી 4 દિવસ હવામાન વિભાગ ની આગાહી
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતના વાતારણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતના ઉત્તર ના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠું થયું છે. વહેલી સવારથી જ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ
ગીર સોમનાથના દરિયા કિનારા નજીકના ગામડાઓમાં વરસાદી માહોલ થયો છે. ઉના, સુત્રાપાડા, વેરાવળ, કોડીનારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે.જો કે, આ માવઠાના પગલે ધરતી પુત્રોમાં ચિંતા પ્રસરી છે. બીજી તરફ હજુ માવઠાની આગાહી થી ખેડૂતો ને પાક ને લઇ જીવ અઘ્ધર ચડી ગયા છે.
આગામી 4 દિવસ હવામાન વિભાગ ની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. જે મુજબ માવઠાની આગાહી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ જિલ્લામાં કમોસમી વરસાદની અનુમાન છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, જૂનાગઢ, , તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે
ગુજરાતમાં વાતાવરણમાં પલટો
માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિતના અન્ય કેટલાક સ્થળોએ વરસાદી વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ના શ્વાસ અઘ્ધર થયા છે. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં કરેલ સ્ટોર અનાજ અને માલ સામાન માવઠાથી નુકશાન ના થાય એ માટે યોગ પગલાં લીધા છે