હેલો મિત્રો, મારું gujjusamachar પર સ્વાગત છે. આજે અમે તમારા માટે ગુજરાત અને દેશના TOP 10 Breaking ન્યૂઝ લઇ ને આવ્યા છીએ જેમાં ટનલ માં ફસાયેલા મજૂરો ની સાથે પ્રધાનમંત્રી વાતચીત કરી આ ઉપરાંત આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ ની આગાહી છે તે જાણીશું
ગુજરાતના પૂર્વ MLA અને દિગ્ગજ નેતાનું નિધન
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય (MLA) અને હાલ બિહાર ભાજપના સહ પ્રભારી તરીકે પદ ભાર સંભાળનાર શ્રી સુનિલભાઈ ઓઝાનું નિધન થયું છે.
મળતી જાણકારી મુજબ, સુનિલભાઈ ઓઝાને દિલ્હીમાં હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાર બાદ તેમનું અવસાન થયું હતું.
સરકારે 70 લાખ મોબાઈલ નંબર કર્યા બ્લોક
સરકારે ડિજિટલ ફ્રોડ પર લગામ લાવવા આવા કાર્યો સાથે સંકળાયેલ શંકાસ્પદ સંકળાયેલા આશરે 70 લાખ જેટલા મોબાઇલ નંબરને સસ્પેન્ડ કર્યા છે.
Digital Payment ફ્રોડ વધતા આ મુદ્દે યોજાઈ હતી બેઠક. જેમાં ટેલિકોમ વિભાગે જણાવ્યું કે 70 લાખ શંકાસ્પદ ફોન નંબર બ્લોક કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમને રોકવા માટે અત્યાર સુધીમાં 1.28 લાખ IMEI નંબર પણ બ્લોક કરવામાં આવ્યા છે. 2021 થી અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને 900 કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીથી બચાવ્યા છે. 2023 એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં 600 કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી બચાવી લેવામાં આવી છે.
આ જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી
સમુદ્રમાં હવાના દબાણ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે આજે પણ વરસાદની આગાહી છે.
છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
5 વર્ષના પ્રેમ સંબંધનો કરૂણ અંત
અમદાવાદના સરખેજમાં વિસ્તારના એક યુવકને પ્રેમ કરવા બદલ પ્રેમિકાના ભાઈ એ સજા આપી.
પ્રેમિકાના ભાઈએ બહેનના પ્રેમીને છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી પ્રેમિકાના ના ભાઈની ધરપકડ કરી છે.
સુરત: કેમિકલ ફેકટરીમાં આગ, 24 ઇજાગ્રસ્ત
સુરતની સચિન GIDCની chemical factory માં 28 નવેમ્બર ના રોજ આશરે રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી.
મળતી જાણકરી મુજબ સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટના લીધે આગ લાગી હતી જેથી આશરે 20થી વધુ કર્મચારીઓ આગથી દાઝ્યા હતા. આ ઘટનામાં ત્રણ કારીગરોની હાલત ગંભીર છે.
41 મજૂરો સાથે PM મોદીએ કરી વાત
ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે સાંજે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. 17 દિવસની આ હાંફ વગરની લડાઈ એકદમ થકવી નાખનારી હતી. ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન હતું. 17 દિવસથી 41 કામદારો પહાડની નીચે સુરંગમાં ફસાયેલા હતા. તેઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા બાદ બધાએ કામદારો અને બચાવ ટીમની હિંમતને સલામ કરી હતી.
આ દરમિયાન દેશના વડાપ્રધાન મોદીએ સુરંગમાંથી બચાવી લેવામાં આવેલા મજૂરો સાથે ફોન પર વાતચિત કરી હતી અને તેમના ખબર અંતર પૂછી હતી.
ઉત્તરાખંડ સરકારે આ તમામ મજૂરોને 1-1 લાખ રૂપિયા ની રાશિ આપવાની જાહેરાત કરી છે.
ભાણા એ નાના-નાની અને મામાની કરપીણ હત્યા
અમેરિકામાં ગુજરાતી યુવકે તેના સગા મામા અને નાના-નાનીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી.
પોલીસે ઘટના ને પગલે યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી