રજાઓ માનવ જીવનને સંતુલિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિને આરામ
કરવા અને તમામ કામમાંથી મુક્ત થવા માટે રજાઓની જરૂર હોય છે. તે દરેકના જીવનનો એક
ભાગ બની જાય છે. સાંસ્કૃતિક, રાષ્ટ્રવાદી અને ધાર્મિક તહેવારોની ઉજવણી માટે જાહેર
રજાઓ આપવામાં આવે છે. કેટલીક ક્ષણોમાં, સ્થાનિક તહેવારોની ઉજવણી કરવા માટે
સ્થાનિક રજાઓ પણ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યની રચના 1960માં થઈ હતી. ગાંધીનગર વ્યાપારી રાજધાની અમદાવાદ ગુજરાતની
રાજધાની નજીક આવેલું છે. ગુજરાત સરકારે 2024 માટે જાહેર રજાઓ અને વૈકલ્પિક રજાઓ
જાહેર કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વારા બીજા અને ચોથા શનિવાર અને
રવિવારની રજાઓ આપવામાં આવે છે.
ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં
આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024
જાહેર કરેલ છે. વર્ષ 2023 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને
મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવી છે. આવનાર વર્ષ 2024
માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને Gujarat Government Holiday List 2024
ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ 2024
જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા
લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2024 List મુજબ કુલ 25 રજાઓ
જાહેર કરવામાં આવી છે.
ક્રમ | તારીખ | વાર | જાહેર રજાનું નામ |
1 | 26 જાન્યુઆરી 2024 | શુક્રવાર | પ્રજાસત્તાક દિન |
2 | 08 માર્ચ 2024 | શુક્રવાર | મહા શિવરાત્રી (મહા વદ 13) |
3 | 25 માર્ચ 2024 | સોમવાર | હોળી બીજો દિવસ (ધૂળેટી) |
4 | 29 માર્ચ 2024 | શુક્રવાર | ગુડ ફ્રાઇડે |
5 | 10 એપ્રિલ 2024 | બુધવાર | ચેટીચાંદ |
6 | 11 એપ્રિલ 2024 | ગુરૂવાર | રમજાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ 1 લો) |
7 | 17 એપ્રિલ 2024 | બુધવાર | શ્રી રામ નવમી (ચૈત્ર સુદ 9) |
8 | 10 મે 2024 | શુક્રવાર | ભગવાન શ્રી પરશુરામ જયંતી (વૈશાખ સુદ 3) |
9 | 17 જુન 2024 | સોમવાર | ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ) |
10 | 17 જુલાઈ 2024 | બુધવાર | મહોરમ (આશૂર) |
11 | 15 ઓગસ્ટ 2024 | ગુરૂવાર | સ્વાતંત્ર્ય દિન પારસી નૂતન વર્ષ દિન (પતેતી) (પારસી શહેનશાહી) |
12 | 19 ઓગસ્ટ 2024 | સોમવાર | રક્ષાબંધન (શ્રાવણ સુદ 15) |
13 | 26 ઓગસ્ટ 2024 | સોમવાર | જન્માષ્ટમી (શ્રાવણ વદ 8) |
14 | 07 સપ્ટેમ્બર 2024 | શનિવાર | સવંત્સરી (ભાદ્રપદ સુદ 4) (ચતુર્થી પક્ષ) |
15 | 16 સપ્ટેમ્બર 2024 | સોમવાર | ઈદ-એ-મિલાદુ-ન્નબી (બારા વફાત મહમદ પયંગબર સાહેબનો જન્મદિન) |
16 | 2 ઓક્ટોબર 2024 | બુધવાર | મહાત્મા ગાંધીનો જન્મદિન |
17 | 12 ઓક્ટોબર 2024 | શનિવાર | દશેરા (વિજયા દશમી) (આસો સુદ 10) |
18 | 31 ઓક્ટોબર 2024 | ગુરૂવાર | સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ દિવસ દિવાળી (દિપાવલી) |
19 | 2 નવેમ્બર 2024 | શનિવાર | નૂતન વર્ષ દિન / વિક્રમ સંવત – 2081, બેસતું વર્ષ (કારતક સુદ 1) |
20 | 15 નવેમ્બર 2024 | શુક્રવાર | ગુરુ નાનક જયંતી (કારતક સુદ 15) |
21 | 25 ડિસેમ્બર 2024 | બુધવાર | નાતાલ |
ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024
ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક મરજિયાત રજાઓ જાહેર કરવામાં
આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48
જેટલી મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે.
ક્રમ | રજાઓનું નામ | PDF ફાઈલની લિંક |
1 | જાહેર રજા લિસ્ટ 2024 | Public Holidays 2024 PDF Download |
2 | મરજિયાત રજા લિસ્ટ 2024 | Optional Holidays 2024 PDF Download |
3 | બેંક રજાઓ 2024 | Bank Holidays 2024 PDF Download |
બેંક રજાઓ 2024
ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક રજાઓની યાદી 2024 પણ જાહેર
કરવામાં આવેલ છે. બેંક રજા 2024 માં કુલ 20 જેટલી રજાઓ જાહેર કરેલ છે.