चलो अयोध्या चलें...
— Darshana Jardosh (@DarshanaJardosh) January 10, 2024
आराध्य देव प्रभु श्री राम की नगरी अयोध्या न सिर्फ भारत बल्कि दुनिया भर में आकर्षण का केंद्र बनती जा रही है...
जहां पर लाखों करोड़ों श्रद्धालु अयोध्या जाने की चाह रख रहे हैं, वहीं विभिन्न शहरों से सीधे अयोध्या के लिए आस्था ट्रेनें शुरू होने जा रही हैं, जो इस… pic.twitter.com/WK7TW3tBeH
ગુજરાત થી સીધી અયોધ્યા સ્પેશિયલ ટ્રેન - જાણો તારીખ
જાન્યુઆરી 11, 2024
Ayodhya અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
જેમાં દેશભરમાંથી અનેક મહેમાનો ભાગ લેશે. આસ્થા ટ્રેન દેશભરમાંથી અયોધ્યા સુધી
દોડશે. પશ્ચિમ રેલવેએ પણ તેના વિભાગોમાંથી આસ્થા ટ્રેન ચલાવવાની તૈયારીઓ શરૂ કરી
દીધી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઈન્દોર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને
સુરતથી અયોધ્યા માટે સીધી ટ્રેન દોડશે.
Aastha Train આસ્થા ટ્રેન ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન દેશભરમાં દોડાવવાની છે. પશ્ચિમ રેલવેએ પણ
આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં ઈન્દોર, ભાવનગર, રાજકોટ,
અમદાવાદ અને સુરતથી અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરી
દેવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ રેલ્વેએ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની
તૈયારી કરવાનો આદેશ જારી કર્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં ઈન્દોર તેમજ ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને સુરતથી સ્પેશિયલ
ટ્રેન દોડાવવામાં આવનાર છે. તાજેતરમાં રેલવે બોર્ડના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ
ઓફિસર દ્વારા આસ્થા ટ્રેનને વીસી દ્વારા ચલાવવા માટે બેઠક યોજવામાં આવી હતી.
શરૂઆતમાં આ ટ્રેન પશ્ચિમ રેલવેના પાંચ સ્થળોએથી ચલાવવામાં આવશે.
Ayodhya Ram Mandir Inauguration અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી
રહ્યો છે. લાખો રામ ભક્તો આ દિવસને જોવા માટે ત્યાં પહોંચવાની આતુરતાથી રાહ જોઈ
રહ્યા છે. જેના કારણે હવાઈ ભાડા અને રેલ ટિકિટમાં લાંબી રાહ જોવાઈ રહી છે. આ
ઉત્સવ બાદ અયોધ્યાની મુલાકાત લેવા માટે ભારે ભીડને જોતા ફેબ્રુઆરીમાં ઇન્દોર,
અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરતથી આસ્થા ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
છે.
પશ્ચિમ રેલવે દ્વારા થોડા દિવસોમાં આની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય રેલ્વે
અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જર્દોષે ટ્વીટ કર્યું, ચાલો અયોધ્યા જઈએ. ભગવાન
શ્રી રામની નગરી અયોધ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું
કેન્દ્ર બની રહી છે. લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા જવા ઇચ્છે છે, ત્યારે વિવિધ
શહેરોમાંથી સીધી અયોધ્યા માટે આસ્થા ટ્રેનો શરૂ થવા જઇ રહી છે, જે નીચે મુજબ છે.
ટ્રેન 01: ઇન્દોર-અયોધ્યા-ઇન્દોર, 03 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે.
ટ્રેન 02: ભાવનગર-અયોધ્યા-ભાવનગર, 09 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે.
ટ્રેન 03: રાજકોટ-અયોધ્યા-રાજકોટ, 10 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે.
ટ્રેન 04: અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે.
ટ્રેન 05: સુરત-અયોધ્યા-સુરત, 10 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે.
Tags