સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ આપવા માટે અનેક
સરકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમા ધોરણ 5 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે Common Entrance Test 2024 કોમન
એન્ટ્રન્સ ટેસ્ટ 2024 નુ જાહેરનામુ બહાર પાડ્યું છે. ધોરણ 5 ના તેજસ્વી
વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ પરીક્ષા લીધા બાદ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ
સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, મોડેલ સ્કુલ અને રક્ષાશક્તિ સ્કુલ
મા પ્રવેશ આપવામા આવે છે. જેમા ધોરણ 6 થી 12 સુધીનુ શિક્ષણ સંપૂર્ણ પણે ફ્રી મળે
છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી
રહી છે. રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ Common Entrance Test (CET) 2024 પરીક્ષા માટે અરજી
કરવા માગે છે તેઓ અધિકૃત વેબસાઇટ પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની
છેલ્લી તારીખ ફેબ્રુઆરી 09, 2024 છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024
યોજનાનુ નામ | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 (CET 2024) |
ફોર્મ ભરવાની તારીખ | 29-1-2024 થી 9-2-2024 |
પરીક્ષા ફી | નિ:શુલ્ક |
પરીક્ષા તારીખ | 30-3-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.sebexam.org |
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 કઈ યોજનાઓમાં લાભ મળશે
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 અન્વયે પરીક્ષા બાદ મેરીટ મા આવનાર વિદ્યાર્થીઓ માટે
નીચે મુજબની યોજનાઓનો લાભ મળવાપાત્ર છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
મોડેલ સ્કુલ
રક્ષાશક્તિ સ્કુલ
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 યોગ્યતા
સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર
વિદ્યાર્થીઓ આ તમામ યોજનાઓ માટે પરીક્ષા આપવા યોગ્યતા ધરાવે છે.
જયારે ખાનગી શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ
સ્કુલ અને મોડેલ સ્કુલ માટે જ પરીક્ષા આપવા યોગ્યતા ધરાવે છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 કસોટીનુ માળખુ
બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય આપવામાં આવે છે.
કસોટીનુ માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષા મા હોય છે.
ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર આવે છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ
હોય છે.
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણભાર |
1 | તાર્કીક ક્ષમતા | 30 | 30 |
2 | ગણિત સજ્જતા | 30 | 30 |
3 | પર્યાવરણ | 20 | 20 |
4 | ગુજરાતી | 20 | 20 |
5 | અંગ્રેજી-હિન્દી | 20 | 20 |
કુલ | 120 | 120 |
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 પરીક્ષા કેન્દ્ર
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા
કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 પરીણામ અને મેરીટ લીસ્ટ
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ
www.sebexam.org પર જાહેર કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ
માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી
પ્રક્રિયા માથી પસાર થવાનુ હોય છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ઓનલાઇન ફોર્મ
આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ ભરવામાં રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સંબંધી તમામ માહિતી માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ
વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેવુ.
સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે
https://schoolattendancegujarat.in/ વેબસાઇટ પરથી ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે.
ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ https://www.sebexam.org/ વેબસાઇટ
પરથી ભરવાના રહેશે.
પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ થી જાણ
કરવામા આવશે ઉપરાંત ઓફીસીયલ વેબસાઇટ પણ ચેક કરતા રહેવુ.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 મહત્વની લિંક
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 સત્તાવાર નોટિફિકેશન: Click Here
સત્તાવાર વેબસાઈટ: Click Here
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માં અરજી કરતા પહેલા નોટિફિકેશન અને સત્તાવાર વેબસાઈટની મુલાકાત જરૂર લેવી.