Technology ટેક્નોલોજીના વિકાસે આજે આપણી સામે એક ડિજિટલ ઈકોસિસ્ટમ બનાવી દીધી છે, જ્યાં આપણાં ઘણાં કાર્યો ખૂબ જ સરળતાથી થવા લાગ્યા છે. આજે વિશ્વ આપણી આંગળીના ટેરવે આવી ગયું લાગે છે. આજે આપણે આપણાં સ્માર્ટફોનથી ઘણી બધી સેવાઓનો લાભ લઈ શકીએ છીએ. તે જ સમયે તેની સમયાંતરે સાયબર ફ્રોડની દુનિયામાં પણ ઘણો વધારો થતો ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર છેતરપિંડીની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.
Cyber Fraud સાયબર છેતરપિંડી સંબંધિત આવી ઘટનાઓમાં લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ઘણાં કૌભાંડીઓ મોબાઈલની જુદી જુદી એપ્સની મદદથી લોકોને ટાર્ગેટ કરવાનું કામ કરી રહ્યા છે. ઘણી સુરક્ષા તપાસવા છતાં કૌભાંડી મેલવેયર અથવા વાયરસ ધરાવતી એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ કરાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં તમારે દરેક ક્ષણે સતર્ક રહેવાની ખુબ જરૂર છે. તમારી થોડી બેદરકારી મોટા નુકસાનનું કારણ પણ બની શકે છે.
જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ ઇન્સ્ટોલ કરી રહ્યા છો. તો આવી સ્થિતિમાં એવી મોટી સંભાવના છે કે આ એપ્સ તમારા વ્યક્તિગત ડેટાની સાથે બેંકિંગ વિગતોની પણ ચોરી કરવાનું કામ કરી રહી છે.
યુઝર્સે આ ગૂગલ એપ્સથી સાવધાન રહેવું જોઈએ. ઘણીવાર યુઝર્સ આ એપ્સને મેસેજની લિંક અથવા કોઈ થર્ડ પાર્ટી એપ્સની મદદથી ઈન્સ્ટોલ કરી લે છે. આજે અમે તમને એવી પાંચ ખતરનાક એપ્સ વિશે જણાવવા જઈ રહ્યાં છે, જે તમારા અંગત ડેટાની ચોરી કરીશકે છે.
આ પાંચ ખતરનાક એપ્સ
Recover Audio, Images & Videos
Zetter Authentication
File Manager Small, Lite
Codice Fiscale 2022
My Finances Tracker
Call Recorder APK (com.caduta.aisevsk)
Rooster VPN (com.vpntool.androidweb)
Super Cleaner- hyper & smart (com.j2ca.callrecorder)
Document Scanner – PDF Creator (com.codeword.docscann)
Universal Saver Pro (com.virtualapps.universalsaver)
Eagle photo editor (com.techmediapro.photoediting)
Call recorder pro+ (com.chestudio.callrecorder)
Extra Cleaner (com.casualplay.leadbro)
Crypto Utils(com.utilsmycrypto.mainer)
FixCleaner (com.cleaner.fixgate)
Just In: Video Motion (com.olivia.openpuremind)
com.myunique.sequencestore
com.flowmysequto.yamer
com.qaz.universalsaver
Lucky Cleaner (com.luckyg.cleaner)
Simpli Cleaner (com.scando.qukscanner)
Unicc QR Scanner (com.qrdscannerratedx)
જો તમે આ એપ્સને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી રાખી છે, તો આવી સ્થિતિમાં તમારે તેને તાત્કાલિક મોબાઇલમાંથી ડિલીટ કરી નાખવી જોઈએ. આ ઉપરાંત તમે તમારા બેંકિગથી જોડાયેલી તમામ પિન અને પાસવર્ડને પણ તાત્કાલિક બદલી નાંખો. તમે જ્યારે પણ તમારા મોબાઈલ ફોન પર એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો. આ દરમિયાન તમે પ્લે સ્ટોર ડેવલપર રિવ્યૂ અને યૂઝર રિવ્યૂ પર ધ્યાન જરૂર આપો.