આજ કાલના જમાનામાં એવું કહેવામાં આવે છે કે કોઈના પર ભરોસો કરી શકાય નહી. ભાઈ પણ ભાઈનો રહેતો નથી. બાળકો પણ પોતાના Parents માતા-પિતાના સગા બની શકતા નથી. તમે એવા ઘણા કિસ્સાઓ જોયા હશે અથવા તો સાંભળ્યા હશે કે જેમાં બાળકોએ પોતાના વૃદ્ધ માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોય. તેવામાં તેમને કોઈ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા તો એકલા મુશ્કેલીઓથી પોતાનું જીવન પસાર કરે છે. Old Age વૃદ્ધાવસ્થા એક એવો સમય હોય છે જ્યાં તમને તમારા બાળકોની સૌથી વધારે જરૂર હોય છે.
પરંતુ અમુક નિર્દયી બાળકો આ સમયે જ મા-બાપને દગો આપતા પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી લેતા હોય છે. આ બાળકો એ વાત પણ ભૂલી જતાં હોય છે કે આ એ જ માં-બાપે તેમને બાળપણથી પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને આજે તે તેમને જ દગો આપી રહ્યા છે. તો ચાલો પહેલા એ કારણ જાણી લઈએ કે જેના લીધે બાળકોના મનમાં માતાપિતાથી અલગ રહેવાનું અથવા તેમને ઘરમાંથી કાઢી મૂકવાનો વિચાર આવે છે.
આ કારણને લીધે બાળકો માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે
મોટાભાગની સમસ્યાઓ બાળકોના લગ્ન પછી જ શરૂ થાય છે. નવી આવેલી વહુ પોતાના સાસુ-સસરા સાથે ભળી શકતી નથી. તેનાથી ઘરમાં દરરોજ લડાઈ-ઝઘડા થતા રહે છે. તમારા અને બાળકોના વિચારો એકબીજાથી મળતા જ નથી. ઘણીવાર તમે વધારે રોક-ટોક કરો છો અથવા તો તે વધારે સ્વતંત્રતાની માંગ કરતા હોય છે. આ મામલાઓમાં ભૂલ કોઈની પણ હોઈ શકે છે પરંતુ પરિવારમાં તિરાડ પડવાનું કામ અહીયાથી જ શરૂ થાય છે.
Old Age Parents માં-બાપ જ્યારે વૃદ્ધ થાય છે તો તેમને ઘણી બીમારીઓ ઘેરી લેતી હોય છે. તેવામાં સારવાર અને દવાઓમાં પણ ખર્ચો થાય છે અને તેમની સેવા પણ વધારે કરવી પડતી હોય છે. આ સ્થિતિથી બચવા માટે અમુક કામચોર અને ખરાબ પુત્ર અને વહુ માતા-પિતાને અલગ કરવાની યોજના બનાવવા લાગે છે. એક સૌથી મોટું કારણ માં-બાપની પ્રોપર્ટી અને પૈસા પણ હોય છે. અમુક બાળકો એવા પણ હોય છે જેમને ફક્ત માં-બાપના પૈસાથી પ્રેમ હોય છે. જો એકવાર તે તેમના કબજામાં આવી ગયા તો તેને માં-બાપની કોઈ જરૂર રહેતી નથી. ઘણીવાર ભાગ પાડવાને લઈને પણ ટેન્શન આવી જતા હોય છે.
માતા-પિતા રાખે આટલી સાવધાની
- જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાને આરામથી અને શાંતિથી પસાર કરવા માંગતા હોય તો અત્યારથી જ આ ખાસ વાતોને ધ્યાનમાં રાખો.
- પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક બનો. સેહતમંદ ખાઓ અને વ્યાયામ, યોગા કરો. આ રીતે વૃદ્ધાવસ્થામાં મોટાભાગનું કામ તમે જાતે જ કરી શકશો. સાથે જ સમય સમય પર પોતાનું હેલ્થ ચેક-અપ પણ કરાવતા રહો.
- તમારા જુના વિચારોને થોડા બદલો અને તમારા પુત્ર અને વહુ પર વધારે રોક ટોક ના રાખો. જો તમે તેમના અંગત કામોમાં વધારે દખલગીરી કરતા નથી તો તેમને તમારાથી કોઈ પણ જાતની તકલીફ થશે નહી. તમે ફક્ત તમારા વિશે જ વિચારો. બાળકો મોટા થઇ ગયા છે અને તે પોતાનો નિર્ણય પોતે જાતે લઈ શકે છે.
- કોઈ પણ હાલતમાં પોતાની પ્રોપર્ટી પહેલેથી જ બાળકોના નામ પર ના કરી દયો.
- પોતાના બધા જ બેન્ક એકાઉન્ટ અને એટીએમ વગેરેનો પણ તમે પોતે જ ઉપયોગ કરો. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમારો પૂરો પરિવાર તમારી હાથમાં રહેશે. જો તેમ છતાં પણ તે તમને છોડી દે છે તો તમે આ પૈસાની મદદથી ઘરમાં નોકર પણ રાખી શકો છો અને તમારી સારવાર પણ જાતે કરાવી શકો છો. તેથી એક મોટી બચત તમારા વૃદ્ધાવસ્થા માટે સાચવીને જરૂર રાખો. તેને તમારા બાળકો પર ખર્ચ ના કરો. તમારું ઘર હંમેશા તમારા નામ પર જ રાખો.