Election Commission ચૂંટણી પંચની ઓફિસમાં Lok Sabha Election 2024 Date લોકસભા
ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત માટે તબક્કો તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય
ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. પ્રેસ
કોન્ફરન્સમાં ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેર. દિલ્હીમાં પત્રકાર
પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની જાહેર.
Lok Sabha Election 2024 લોકસભા ચૂંટણી 2024ની સાથે અન્ય ચાર રાજ્યોની
વિધાનસભાની ચૂંટણીઓ પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. શનિવારે (16
માર્ચ) ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ
કુમાર તૈયારીઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. આ
દરમિયાન તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ પર નજર
રાખવા માટે આયોજિત આ છેલ્લી બેઠક કહી શકાય. આ નિવેદન બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે
લોકસભા ચૂંટણી 2024ની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત
થઈ શકે છે.
Lok Sabha Election 2024 Gujarat Voting Date : Live
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને નવા નિયુક્ત ચૂંટણી કમિશનર
જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ વિજ્ઞાન ભવન પહોંચ્યા છે. વિજ્ઞાન ભવનમાં
સ્ટેજ પર બધા પોતપોતાની સીટ પર બેઠા છે. પત્રકાર પરિષદ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં
ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.
કયા રાજ્યમાં કઈ તારીખે ચૂંટણી યોજાશે?
આંધ્રપ્રદેશની 25 લોકસભા સીટો માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન
થશે.
પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશની 2 બેઠકો માટે 19મી એપ્રિલે મતદાન થશે.
આસામ ની 14 બેઠકો માટે 19 એપ્રિલે 5 બેઠકો, 16 એપ્રિલે 5 બેઠકો અને
7 મેના રોજ 4 બેઠકો માટે મતદાન થશે.
બિહારની 40 લોકસભા સીટો પર 4 એપ્રિલે, 26 એપ્રિલે 5, 7 મેના રોજ 5, 13
મેના રોજ 5, 20 મેના રોજ 5, 25 મેના રોજ 8 અને 1 જૂને 8 બેઠકો પર મતદાન થશે.
છત્તીસગઢની 11 સીટો પર 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મેના રોજ મતદાન થશે.
ગોવાની 2 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થશે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ એક જ
તબક્કામાં મતદાન થશે.
43 દિવસમાં 7 તબક્કામાં થશે મતદાન, 4 જૂને મતગણતરી, જુઓ સંપૂર્ણ યાદી
પ્રથમ તબક્કામાં કેટલી બેઠકો પર મતદાન થશે
પ્રથમ તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
19 April | 102 | અરુણાચલ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (5), મણિપુર (2), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1) , રાજસ્થાન (12), સિક્કિમ (1), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (3), આંદામાન અને નિકોબાર (1), જમ્મુ અને કાશ્મીર ( 1), લક્ષદ્વીપ (1), પુડુચેરી (1). |
બીજા તબક્કામાં ક્યાં થશે મતદાન?
બીજો તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
26 April | 89 | આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), કર્ણાટક (14), કેરળ (20), મધ્યપ્રદેશ (7), મહારાષ્ટ્ર (8), મણિપુર (1), રાજસ્થાન (13), ત્રિપુરા (1) , ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), જમ્મુ અને કાશ્મીર (1). |
ત્રીજા તબક્કામાં ક્યાં થશે મતદાન?
ત્રીજા તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
7 May | 94 | આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), ગુજરાત (26), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઉત્તર પ્રદેશ (10), પશ્ચિમ બંગાળ ( 4), દાદરા નગર હવેલી અને દમણ દીવ (2), જમ્મુ અને કાશ્મીર (1). |
ચોથા તબક્કામાં ક્યાં થશે મતદાન?
ચોથો તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
13 May | 96 |
આંધ્રપ્રદેશ (25), બિહાર (5), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર
(11), ઓડિશા (4), તેલંગાણા (17), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (8),
જમ્મુ -કાશ્મીર (1). |
પાંચમા તબક્કામાં ક્યાં થશે મતદાન?
પાંચમો તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
20 May | 49 |
બિહાર (5), ઝારખંડ (3), મહારાષ્ટ્ર (13), ઓડિશા (5), ઉત્તર પ્રદેશ
(14), પશ્ચિમ બંગાળ (7), જમ્મુ અને કાશ્મીર (1), લદ્દાખ (1). |
છઠ્ઠા તબક્કામાં ક્યાં થશે મતદાન?
છઠ્ઠો તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
25 May | 57 |
બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (14),
પશ્ચિમ બંગાળ (8), દિલ્હી (7). |
સાતમા તબક્કામાં ક્યાં થશે મતદાન?
સાતમો તબક્કો | બેઠકો | ક્યાં ક્યાં મતદાન |
1 June | 57 |
બિહાર (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (3), ઓડિશા (6), પંજાબ (13),
ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), ચંદીગઢ (1). |
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને સૂત્ર આપતાં તેમણે કહ્યું કે ચૂંટણીનો તહેવાર એ
દેશનું ગૌરવ છે. તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો તહેવાર છે. આ
વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે. ભારતની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. અમારું
વચન છે કે અમે રાષ્ટ્રીય ચૂંટણી એવી રીતે કરાવીશું કે ભારત વિશ્વ મંચ પર
ચમકે.
ગુજરાતની ચૂંટણીઓ પર રહેશે ત્યારે અહીં 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે જેની તારીખ 7 મે જ નક્કી કરવામાં આવી છે.
પેટાચૂંટણી કઈ કઈ બેઠક પર ?
1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
- 7 May 2024 મતદાન અને 4 જૂને પરિણામ
2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
- 7 May 2024 મતદાન અને 4 જૂને પરિણામ
3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
- 7 May 2024 મતદાન અને 4 જૂને પરિણામ
4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
- 7 May 2024 મતદાન અને 4 જૂને પરિણામ
5. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
- હજુ જાહેર નથી કરી
6. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
- 7 May 2024 મતદાન અને 4 જૂને પરિણામ
Lok Sabha Election 2024 પરિણામ ક્યારે ?
4 June 2024
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દેશમાં 21.5 કરોડ 29 વર્ષ સુધીના યુવા મતદારો
છે. પ્રથમ વખત 1.82 કરોડ મતદારો છે. આ તમામ લોકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા
માટે મતદાન કરશે. આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાં 49.7 કરોડ પુરૂષો
અને 47 કરોડ મહિલાઓ છે.
CEC રાજીવ કુમારે કહ્યું કે અમારું વચન છે કે અમે રાષ્ટ્રીય ચૂંટણી એવી રીતે
કરાવીશું કે ભારત વિશ્વ મંચ પર ચમકી શકે. તેમણે કહ્યું કે દરેક ચૂંટણી એ
બંધારણ દ્વારા સોંપવામાં આવેલી પવિત્ર જવાબદારી છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ અને
પારદર્શક ચૂંટણી કરાવવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.