Iran vs Israel Military Comparisons: ચાલો જાણીએ કે કોની પાસે કેટલી સેના છે અને કેટલા શક્તિશાળી શસ્ત્રો છે અને એ પણ જાણીએ કે બંને દેશોનું સંરક્ષણ બજેટ શું છે.
નમસ્કાર મિત્રો, દુનિયામાં હજુ એક નવા યુદ્ધના સમાચાર આવી રહ્યા છે. જે સારું ના કહેવાય. હાલ રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે ઉપરાંત ઇઝરાયેલ અને પેલસતીને વચ્ચે ચાલી રહ્યું છે ત્યાં આ નવા યુદ્ધ ના એંધાણ થઇ રહ્યા છે જે માનવ સંસ્કૃતિ માટે નુકશાન કારક છે.
Iran vs Israel Military Comparisons: ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે. આખી દુનિયા વિચારી રહી છે કે જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે બીજું યુદ્ધ શરૂ થશે તો તેની અસર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડશે. ઈઝરાયલે બદલો લેવાની વાત કરીને યુદ્ધની શક્યતા ટાળી નથી. આવી સ્થિતિમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે? ચાલો જાણીએ કે કોની પાસે કેટલી સેના છે અને કેટલા શક્તિશાળી હથિયાર છે અને એ પણ જાણીએ કે બંને દેશોનું સંરક્ષણ બજેટ કેટલું છે.
Iran vs Israel વસ્તી કેટલી ?
આશરે Iran ની કુલ વસ્તી 8.75 crores થી વધુ છે. Israel ની વસ્તી 90 લાખથી થોડી વધુ છે. Iran માં 4.11 કરોડ લોકો સૈન્ય સેવા માટે યોગ્ય છે. જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર 31.56 Lakh સૈન્ય સેવા માટે યોગ્ય છે.
સંરક્ષણ બજેટ / Defense budget
જો આપણે બંને દેશોના સંરક્ષણ બજેટની વાત કરીએ તો ઈરાન ઘણું પાછળ હોવાનું જણાય છે. ધ સનના અહેવાલ મુજબ ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ 24.2 અબજ ડોલર છે જ્યારે ઈરાનનું સંરક્ષણ બજેટ માત્ર 9.9 અબજ ડોલર છે.
હવા શક્તિ / Air power
વાયુ શક્તિની વાત કરીએ તો બંને દેશોમાં ઇઝરાયેલ ફરી એકવાર મજબૂત દેખાય છે. ઈઝરાયેલ પાસે 612 એરક્રાફ્ટ છે જ્યારે ઈરાન પાસે 551 એરક્રાફ્ટ છે.
ટેન્ક / Tank
Iran ટેન્કના મામલે મજબૂત છે. તેની પાસે 4071 ટેન્ક છે, જે ઇઝરાયેલ કરતા બમણી છે. જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર 2200 ટેન્ક છે.
દરિયામાં કોની તાકાત વધારે છે?
બંને દેશોની દરિયાઈ સૈન્ય તાકાત પર નજર કરીએ તો ઈરાન આગળ છે. ઈઝરાયેલ પાસે 67 યુદ્ધ જહાજ છે. ઈરાન પાસે 101 યુદ્ધ જહાજ છે.
સૈનિકોની બાબતમાં કોણ આગળ છે?
સૈનિકોની બાબતમાં પણ ઈરાન ઈઝરાયેલ કરતા ચડિયાતું છે. તેની પાસે 5.75 લાખ સક્રિય સૈન્ય છે જ્યારે ઇઝરાયેલ પાસે 1.73 લાખ સૈન્ય છે. જ્યાં ઈઝરાયેલ પાસે 4.65 લાખ રિઝર્વ સૈનિકો છે, ઈરાન પાસે એટલી જ સંખ્યા 3.50 લાખ છે.
અણુ બોમ્બ / atomic bomb
અહેવાલો અનુસાર ઈઝરાયેલ પાસે 80 પરમાણુ બોમ્બ છે. ઈરાન પાસે છે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ઈઝરાયેલ અહીં વધુ શક્તિશાળી લાગે છે.
ભારત કોનો સાથ આપશે ?
આમ જોઈએ તો ભારત માટે બન્ને મહત્વના છે કારણ કે ઇઝરાયેલ જૂનું મિત્ર છે જેને ભારતને ભારત અને પાકીસ્તાન સાથે યુદ્ધમાં મદદ કરેલી છે, આ ઉપરાંત ભારત ઇઝરાયેલ પાસેથી શસ્ત્રો પણ ખરીદે છે. અને ઈરાન ની વાત કરીયે તો ભારત ઈરાન પાસેથી ક્રૂડ જે ભારતની કુલ ખરીદીના આશરે 10% ક્રૂડ ખરીદે છે તેથી ઈરાનની પણ જરૂર છે.
રહી વાત ભારત કોનો પક્ષ લેશે તો યુદ્ધ રોકવાનો પ્રયાસ કરશે અને બને ત્યાં સુધી તટસ્થ રહેવાનો પ્રયાસ કરશે કારણ કે જો યુદ્ધ થશે ભારત ને ક્રૂડ ના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો મોટો ઉછાળો સહન કરવો પડશે.
ઈરાન અને ઇઝરાયેલની સરખામણીમાં ભારત શક્તિશાળી દેશ છે.
ઉપરોક્ત આંકડા જોયા બાદ તમને શું લાગે કોણ છે શક્તિશાળી ? અમને Comment માં જરૂરથી જણાવજો.
જય હિન્દ જય ભારત
NOTE : ઉપરોક્ત આંકડા અંદાજિત છે. કારણ કે દરેક દેશ પોતાની સંપૂર્ણ તાકાત વૈશ્વિક સ્તરે જાહેર નથી કરતુ.