એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ ભારતમાં નિવૃત્તિ બચત માટે એક ઉત્તમ માર્ગ છે.
તે કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંનેના યોગદાનને સામેલ કરીને સતત બચતને પ્રોત્સાહન
આપે છે. EPF માટે તમારા પગારમાંથી આપોઆપ કપાત તેને નિવૃત્તિ બચત માટે અત્યંત
અનુકૂળ પદ્ધતિ બનાવે છે.
શું તમે જાણો છો તમારા PF એકાઉન્ટનું બેલેન્સ? શું તમે તેને સમય સમય પર તપાસો છો?
EPFOના મોટાભાગના સભ્યો યોગ્ય પદ્ધતિ ન જાણતા હોવાને કારણે તેમના PF Account
Balance પીએફ ખાતાનું બેલેન્સ જાણી શકતા નથી. જ્યારે તમારા How to check PF
Account Balance પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવું ખૂબ જ સરળ છે. EPFO સભ્યો
તેમના PF એકાઉન્ટનું બેલેન્સ ચાર સરળ રીતે જાણી શકે છે. તમે ઉમંગ એપ દ્વારા, EPFO
પોર્ટલ દ્વારા, મિસ્ડ કોલ દ્વારા અથવા SMS દ્વારા તમારું PF એકાઉન્ટ બેલેન્સ
ચેક કરી શકો છો.
EPFO પોર્ટલ દ્વારા PF બેલેન્સ કેવી રીતે તપાસવું
EPFOની
વેબસાઈટ
પર જાઓ અને કર્મચારી વિભાગ પર ક્લિક કરો અને પછી મેમ્બર પાસબુક પર ક્લિક કરો.
તમારો UAN અને પાસવર્ડ દાખલ કરીને તમે PF પાસબુકને એક્સેસ કરી શકો છો. આમાં,
ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તેમજ કર્મચારી અને એમ્પ્લોયરનું યોગદાન બતાવવામાં
આવશે. કોઈપણ PF ટ્રાન્સફરની કુલ રકમ અને ઉપાર્જિત PF વ્યાજની રકમ પણ દેખાશે.
પાસબુકમાં EPF બેલેન્સ પણ જોઈ શકાય છે.
SMS દ્વારા PF બેલેન્સ કેવી રીતે તપાસવું
તમે 7738299899 પર મેસેજ મોકલીને તમારા EPF એકાઉન્ટ બેલેન્સ અને તમારા
એકાઉન્ટમાં નવીનતમ યોગદાન પણ જાણી શકો છો. આ માટે તમારે રજિસ્ટર્ડ નંબર પરથી
AN EPFOHO ENG ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે. ENG અહીં અંગ્રેજીનો
સંદર્ભ આપે છે. જો તમારે બીજી ભાષામાં જાણવું હોય તો તે ભાષાના પહેલા ત્રણ અક્ષરો
ટાઈપ કરો.
મિસ્ડ કોલ દ્વારા PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું
જો તમારો મોબાઈલ નંબર UAN સાથે નોંધાયેલ છે, તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર
પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરીને માહિતી મેળવી શકો છો. આ નંબર પર મિસ્ડ
કોલ કર્યા પછી, તમને EPFO તરફથી કેટલાક મેસેજ આવશે, જેમાં તમે તમારા PF
એકાઉન્ટનું બેલેન્સ જોશો.
ઉમંગ એપ દ્વારા PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું
UMANG App
ઉમંગ એપ
દ્વારા કર્મચારીઓ તેમના પીએફ બેલેન્સ પણ ચકાસી શકે છે. નાગરિકોને એક જ જગ્યાએ
વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે ઉમંગ એપ બહાર પાડી હતી. તમે ઉમંગ
એપનો ઉપયોગ કરીને દાવા સબમિટ કરી શકો છો, તમારી EPF પાસબુક જોઈ શકો છો અને તમારા
દાવાઓને ટ્રૅક કરી શકો છો. આ માટે તમારે એપમાં તમારો ફોન નંબર નાખવો પડશે અને
વન-ટાઇમ રજીસ્ટ્રેશન કરવું પડશે.