Weather Department હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક એવા જિલ્લામાં હવે વરસાદ થશે. જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી વરસ્યો. આ નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાનો અનુમાન છે. રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ સર્જાઇ છે તો દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના કેટલાક જિલ્લા પર થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.
Rain Forcaste હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત આ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.
વરસાદ ક્યાં ક્યાં વરસશે?
આગામી દિવસોમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે. વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચથી સાત દિવસો સુધી મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં પણ સારા વરસાદનું અનુમાન છે.
● અમદાવાદ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● અમરેલી વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
● ભાવનગર વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● પોરબંદર વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● જૂનાગઢ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● ગાંધીનગર વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● કચ્છ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● પાટણ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● પંચમહાલ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● વડોદરા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● ડાંગ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● રાજકોટ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● સાબરકાંઠા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● મહેસાણા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● સુરત વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● નર્મદા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● દ્વારકા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● દાહોદ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● બનાસકાંઠા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● વલસાડ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● ખેડા વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● આણંદ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
● ભરૂચ વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ થોડો આ વિસ્તારમાં વિરામ લીધો છે. જો કે આજે હવામાન વિભાગે વરસાદને લઇને ખાસ કરીને ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ, તો 22 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં જાહેર થયું છે ‘ઓરેન્જ એલર્ટ’?
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે તો ખેડા, મહીસાગર, દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજના દિવસે અમદાવાદ અને ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.