સરકાર ઘણા સરકારી સંસાધનો ને ભાડા પટ્ટે ખાનગી કંપનીને આપી ચુકી છે ત્યારે એક નવી મળતી માહિતી અનુસાર સરકાર એક સરકારી બેન્ક ને ની ખાનગી કંપનીને વેંચી શકે છે તેવી માહિતી મળી રહી છે ચાલો જાણીયે આ કઈ બેન્ક છે અને સરકાર નો આની પાછળ નો શું ઉદેશ છે
IDBI બેન્કનો હિસ્સો વેચાણ કરશે : સરકાર 30.48 ટકા હિસ્સો વેચશે અને LIC IDBI બેન્કમાં 30.24 ટકા હિસ્સો વેચશે. વેચાણ બાદ સરકાર અને LIC પાસે બેંકમાં 34 ટકા હિસ્સો બાકી રહેશે.
IDBI Bank stake sale : કેન્દ્ર સરકાર IDBI બેંકના ખાનગીકરણ અંગે ઝડપી નિર્ણય લેવા માંગે છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વહેલી તકે રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બેંકની મંજૂરીને IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારને આશા છે કે આરબીઆઈનો રિપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તેમની પાસે પહોંચી જશે જેથી કરીને બજેટ 2024 પછી સરકાર IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટને અંતિમ સ્વરૂપ આપી શકે.
બિડિંગ કંપનીઓની સ્ક્રુટિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે
સૂત્રોને ટાંકીને Business Standard દાવો કર્યો છે કે RBI તમામ bidding companies ઓની અંતિમ ચકાસણી પ્રક્રિયા કરી રહી છે. રિઝર્વ બેંકના યોગ્ય રિપોર્ટ બાદ સરકાર IDBI બેંકમાં બહુમતી હિસ્સો વેચી શકે છે. RBI પાસે 4 સંભવિત ખરીદદારોની દરખાસ્તો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમાંથી ત્રણને RBI ની મંજૂરી મળી શકે છે. વિદેશી પ્રસ્તાવને નકારી શકાય છે.
પાત્ર કંપનીઓને બેંકના વર્ચ્યુઅલ ડેટા રૂમમાં પ્રવેશ મળશે
Banking ને ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર માનવામાં આવે છે, તેથી RBI આ મુદ્દે સક્રિય પગલાં લઈ રહી છે. સામાન્ય રીતે તપાસની આ પ્રક્રિયા લગભગ 12 થી 18 મહિનામાં પૂર્ણ થાય છે. જો કે હવે સેન્ટ્રલ બેંક જલ્દી જ આ મહત્વનો નિર્ણય લઈ શકે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં આને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારને 2 જાન્યુઆરી, 2023ના રોજ IDBI બેંક માટે ઘણી પાર્ટીઓ તરફથી દરખાસ્તો મળી હતી. આરબીઆઈની મંજૂરી પછી, પાત્ર કંપનીઓ બેંકમાં હિસ્સો ખરીદવા માટે આગળ વધી શકે છે. બેંકના વ્યવસાયને સમજવા માટે તેમને બેંકના વર્ચ્યુઅલ ડેટા રૂમમાં પ્રવેશ આપવામાં આવશે.
સરકાર 30.48 ટકા હિસ્સો વેચશે અને LIC 30.24 ટકા હિસ્સો વેચશે.
આરબીઆઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર નાણાકીય બિડ બોલાવશે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ IDBI બેન્કમાં પોતાનો હિસ્સો વેચવા માંગે છે. સરકાર આ બેંકમાં 30.48 ટકા હિસ્સો વેચશે અને LIC 30.24 ટકા હિસ્સો વેચશે. આ રીતે, IDBI બેંકનો 60.72 ટકા હિસ્સો ખરીદવાની તક મળશે. વેચાણ બાદ સરકાર અને LIC પાસે IDBI બેંકમાં 34 ટકા હિસ્સો બાકી રહેશે.
હાલ આ માત્ર સૂત્રો પરથી મળતી માહિતી છે, સરકાર આ બાબત પર કોઈ જાહેર નિવેદન નથી આપ્યું પણ બજેટ માં આ અંગે માહિતી બહાર આવી શકે છે.
IDBI ના ગ્રાહકો પર શું અસર ?
મળતી જાણકારી અનુસાર આનાથી ગ્રાહકો પર કોઈ અસર પડશે નહિ, અમારા અનુમાન મુજબ આ ખાનગીકરણ બાદ બેન્ક નું કાર્ય વધુ ઝડપી અને વધુ સુવિધાઓ લોકો ને મળશે. ઉદાહરણ લઇ તો SBI માં કર્મચારી નો કાર્ય, સુવિધાઓ અને સેવા જયારે અન્ય ખાનગી બેન્ક HDFC, Axis જેવી બેંકો માં ગ્રાહકો નો અનુભવ તપાસી શકાય છે
મોદી સરકાર નફો કરતી સરકારી બેંકોને કેમ વેચી રહી છે?
ખાનગીકરણના ઉદ્દેશ્યો સેવાની ગુણવત્તા વધારવા, ખાનગી રોકાણ આકર્ષવા, સરકારી દખલગીરી ઘટાડવા અને જાહેર સંપત્તિના સંચાલનમાં જવાબદારી અને પારદર્શિતામાં સુધારો કરવાનો છે.