ગુજરાતની સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાંથી Surat 16 Fake doctors નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. આ ડોકટરો કોઈપણ માન્ય ડિગ્રી વગર દવાની પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે આ નકલી ડોક્ટરોના ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. નકલી તબીબો સામેની ઝુંબેશમાં એસઓજીની ચાર અલગ-અલગ ટીમોએ શહેરના અનેક વિસ્તારોમાં ઓપરેશન હાથ ધર્યું હતું.
ઓપરેશન દરમિયાન SOGએ પાંડેસરા વિસ્તારમાંથી 9 અને ડિંડોલી વિસ્તારમાંથી 7 ડોક્ટરોની ધરપકડ કરી હતી. આ નકલી ડોક્ટરો કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. દરોડા દરમિયાન, પોલીસને દર્દીઓની કતારો જોવા મળી હતી અને આ ડોકટરો 100 થી 200 રૂપિયા વસૂલતા હતા અને વ્યાવસાયિક ડોકટરોની જેમ તેમની સારવાર કરતા હતા. આ નકલી ડોક્ટરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
સુરત પોલીસ અભિયાન
સુરત SOG પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી 9 અને ડિંડોલી વિસ્તારમાંથી 7 મળીને કુલ 16 નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ અંગે સુરત એસઓજી પોલીસ પીઆઈ જે.ટી.સોનારાએ જણાવ્યું હતું કે, શહેરમાં નકલી તબીબો બનાવીને લોકોના જીવ સાથે રમત રમી રહેલા લોકોને પકડી પાડવા એસઓજી પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અમારી જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. શહેરના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્લિનિકમાં ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
16 નકલી તબીબો ઝડપાયા
પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી કુલ 16 નકલી MBBS ડોક્ટરો ઝડપાયા હતા. તે બધા પાસે પોતપોતાના ક્લિનિક હતા અને તેઓ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વિના દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શન આપતા હતા. અગાઉ પકડાયેલા તમામ નકલી તબીબોએ અન્ય હોસ્પિટલમાં કામ કર્યું હતું અને પોતાના જ્ઞાન અને અનુભવથી પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. ધરપકડ કરાયેલા તબીબો પાસેથી ઈન્જેક્શન અને મેડિકલ દવાઓ પણ મળી આવી હતી.
એસઓજીની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન મેડિકલ ડીગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા 16 બોગસ તબીબોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.એસઓજીએ અલગ અલગ મેડિસિન સહિત મેડિકલ ઇકવિપમેન્ટ મળી 2.35 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં આવેલ ભાર્ગવ કલીનિક, આશિષ ક્લિનિક, બંગાળી દવાખાના, ડોકટર વી.કે.બાલા, દેવમ કલીનિક, દિયા ક્લિનિક, સાંઈ ક્લિનિક સહિત અન્ય ક્લિનિક પર છાપો મારી સુશાંત બીરેન વિશ્વાસ, શ્યામનારાયણ યમનુપ્રસાદ ગુપ્તા, પરીક્ષણ રાય, બ્રીજભાન પલકધારી, રવીશંકર ધનુષધારી બીંદ, આમીયાકુમાર નિબદનચંદ્ર પાલ, રામઆશ્રય શુકલા, વિશ્વજીત રણજીત બાલા, સંતોષકુમાર જયપ્રકાશ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી હતી. જે ક્લીનીક માંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇંજેક્શન, સિરપ મળી કુલ 61,850ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.
ધરપકડ કરાયેલા તબીબોમાં કેટલાક નવમા ધોરણમાં, કેટલાક દસમા ધોરણમાં અને કેટલાક 12મા ધોરણમાં ભણ્યા છે. પરંતુ તેની પાસે દવાની પ્રેક્ટિસ કરવા માટે કોઈ ડિગ્રી નથી. ધરપકડ કરાયેલા ડોક્ટરો અગાઉ કેટલાક MBBS ડોક્ટર માટે કામ કરતા હતા, કેટલાક હેલ્પર હતા, કેટલાક કમ્પાઉન્ડર હતા. તો આ સમયે તેમને ખબર પડી કે જેઓ રોગના લક્ષણો હોય તેમને કઈ દવા આપવામાં આવે છે અને કઈ બોટલ આપવામાં આવે છે. આ માહિતી પછી તેણે પોતાનું ક્લિનિક ખોલ્યું. સુરત શહેરના પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં મોટા ભાગના લોકો મજૂર તરીકે રહે છે અને ઓછા ભણેલા લોકો તેમને દવા આપતા હતા. જે લોકો પકડાયા છે તે તમામ નકલી ડોક્ટર છે. આ લોકોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ડોક્ટરો સામેલ છે.