આજ સુધીમાં તમે Hot Water Bathing ગરમ પાણીથી નહાવાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેનાથી થતા નુકસાન વિશે જાણો છો? અત્યંત ગરમ પાણી આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સિવાય ખૂબ ગરમ પાણીથી નહાવાને કારણે તમે હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાનો શિકાર પણ બની શકો છો. ચાલો જાણીએ વધુ પડતું ગરમ પાણી તમારા શરીરને શું નુકસાન પહોંચાડે છે.
Disadvantages of hot water bathing શિયાળાની ઋતુ આવી ગઈ છે. પલંગ કે સોફા પર ધાબળા નીચે ગરમાગરમ ચા કે ગરમાગરમ વાનગીઓનો આનંદ માણતા ટીવી જોવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. શિયાળો એ મોસમ છે જ્યારે વ્યક્તિ દરરોજ સ્નાન કરવા માંગતો નથી. પરંતુ ક્યારેક-ક્યારેક ગરમ શાવર લેવાથી તાજગી મળે છે. પરંતુ તાજગી હંમેશા સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. સ્કિન સ્પેશિયાલિસ્ટના મતે ગરમ પાણીથી નહાવું વધુ નુકસાનકારક હોઈ શકે છે.
આમ તો ગરમ પાણી એ બહુ જ ફાયદાકારક હોય છે પરંતુ તે માત્ર પીવા માટે જ ઉપયોગમાં લેવું જોઈએ કારણ કે જો શરીર એકદમ સ્વસ્થ હોય તો તમારે ક્યારેય પણ ગરમ પાણીથી ના ન્હાવુ જોઈએ. નહિ તો તમે અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ શકો છો. માટે આયુર્વેદમા લખાયુ છે કે જો તમે માથા પરથી ગરમ પાણી નાખો છો તો તમને 123 પ્રકારની ખતરનાક બીમારીઓ જકડાઈ શકે છે અને આ રોગ એ માનસિક તથા શારીરિક પણ હોઈ શકે છે.
ત્વચા માટે હાનિકારક
જો તમે ખૂબ ગરમ પાણીથી સ્નાન કરો છો તો સાવચેત રહો. ખૂબ ગરમ પાણીથી નહાવાને કારણે તમારી ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે જેના કારણે ખંજવાળ અને ધાધર થઈ શકે છે. જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારા શરીર પર મોઇશ્ચરાઇઝરનો ચોક્કસ ઉપયોગ કરો. ત્વચાની પણ યોગ્ય કાળજી લો.
વાળ ખરવા
ખૂબ ગરમ પાણીથી નહાવાથી વાળ ખૂબ જ ડ્રાય થઈ જાય છે. જેના કારણે તમારે ડ્રાય સ્કૅલ્પ અને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે શુષ્ક વાળને શેમ્પૂ ન કરો અને સ્નાન કરતા પહેલા વાળમાં થોડું તેલ લગાવો.
બ્લડ પ્રેશર
ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. જો તમને હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા) હોય, તો તમારે ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરવાની કાળજી લેવી જોઈએ.
પીઠનો દુખાવો
ખૂબ ગરમ પાણીથી નહાવાને કારણે તમને કમરનો દુખાવો થઈ શકે છે. ખૂબ ગરમ પાણીથી નહાવાને કારણે તમારા સ્નાયુઓ તંગ બની જાય છે. જેના કારણે તમને કમરના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
ડિહાઈડ્રેશન
ખૂબ ગરમ પાણીથી નહાવાને કારણે તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. આનાથી વધુ પડતો પરસેવો અને ડિહાઇડ્રેશન થઈ શકે છે.
તમને જો ગરમ પાણીથી ન્હાવાની ટેવ પડી ગઈ છે તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ એક સાધારણ ઉપાયથી તમે બીમારીઓને દૂર રાખી શકો છો. માટે ગરમ પાણી ભલે તમે શરીરના બાકીના અંગો પર નાખો પરંતુ તમારે ક્યારેય પણ માથા પર ન નાખો કેમ કે માથુ અને આંખ પર એ વધારે અસર કરે છે માટે આ બંને અંગો પર તમારે ગરમ પાણી ક્યારેય ન નાંખો.
આ સિવાય આંખો અને માથા માટે તમારે ઠંડુ પાણી એ બહુ જ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે અને તેથી પ્રયાસ કરો કે તમને જ્યારે મોઢુ ધુઓ તો ઠંડા પાણીથી ધુઓ. અને તમે ઠંડીમાં પણ ગરમ પાણીને બદલે તમે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવાનુ ચાલુ રાખો.
ઠંડીમા ઠંડા પાણીથી ન્હાવાથી તમને શરદી થઈ શકે છે પરંતુ આવુ એ જરા પણ નથી કારણ કે શરદીનુ ઠંડા પાણી સાથે કોઈ પણ લેવાદેવા નથી અને ઠંડી એ જ લોકોને થાય છે કે જે લોકોનુ પેટ સાફ રહેતુ નથી. માટે જો તમને મસલ્સ પેઈન છે અથવા તમને હાડકામા અને માંસપેશીઓમા દર્દ રહે છે તો તમારે ઠંડા પાણી બાદ ગરમ પાણી નાંખો આનાથી તમને દર્દમાં ઘણી રાહત મળશે.