રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હવે વધુ એક કો ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. જે બાદ તેના ખાતા ધારકોને કુલ થાપણો ના વધુમાં વધુ 5 લાખ અથવા ખાતામાં રહેલ થાપણ બે માંથી જે ઓછું હશે તે જ ચુકવવામાં આવશે. તો ચાલો જાણીયે કઈ બેંક પર RBI એ પ્રતિબંધ લગાવ્યો છે અને કેટલા રૂપિયા મળશે ખાતા ધારકો જાણો
RBI ના નવા નિર્દેશો અનુસાર, ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક 14 ફેબ્રુઆરીથી કોઈપણ લોન કે એડવાન્સ પૂર્વ મંજૂરી વિના આપી શકશે નહીં. આ ઉપરાંત, આજથી આ બેંક કોઈપણ ગ્રાહકની ડિપોઝિટ સ્વીકારશે નહીં કે પૈસા ઉપાડશે નહીં.
શુક્રવારે સવારે અંધેરીમાં બેંકની બહાર ભારે ભીડ
શુક્રવારે વહેલી સવારે મુંબઈના અંધેરીમાં બેંકની બહાર ગ્રાહકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ. ગ્રાહકોને ખબર પડી કે RBIએ બેંક પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે તેમના ખાતામાંથી પૈસા ઉપાડવાનું બંધ થયું છે. આ સમાચાર મળતા જ લોકો પૈસા ઉપાડવા માટે બેંક તરફ દોડી આવ્યા, જેના કારણે બેંકની બહાર ભારે ભીડ સર્જાઈ.
RBI દ્વારા ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ
ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર અનેક નાણા સંબંધિત પ્રતિબંધો લાદ્યા. પીટીઆઈના અહેવાલ મુજબ, બેંકની વર્તમાન તરલતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, RBI એ છ મહિના માટે ખાતેદારોને પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીની રકમ પર વીમા રક્ષણ
RBIના નવા નિયમો મુજબ, પાત્ર થાપણદારો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી 5 લાખ રૂપિયા સુધીની થાપણ રકમ મેળવવા માટે હકદાર રહેશે. આ ઉપરાંત, બેંક કર્મચારીઓના પગાર, ભાડું અને વીજળી બિલ જેવા આવશ્યક ખર્ચો કરી શકશે.
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કેટલા પૈસા ઉપાડી શકાશે ?
હાલ, કોઈ પણ ગ્રાહક પૈસા ઉપાડી શકશે નહિ.
Important Link
न्यू इंडिया को-ऑपरेटिव बैंक पर आरबीआई ने लगाया बैन, डिपॉजिटर्स के पैसे निकालने पर लगी रोक#RBI #NewIndiaCooperativeBank #RBIAction #Bank pic.twitter.com/rNriTTGSs3
— India TV (@indiatvnews) February 14, 2025
આ માહિતી એવી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે કે જે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક સાથે સંકળાયેલ છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે, તો તમારા નાણાકીય આયોજન માટે યોગ્ય પગલાં ભરવા મહત્વપૂર્ણ રહેશે.