ગુજરાત સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈને, હવે રાજ્યના તમામ જૂના જમીન રેકોર્ડ ઓનલાઈન કરી દીધા છે. હવે કોઈપણ વ્યક્તિ સરળતાથી વર્ષ 1955 થી આજ સુધીના જમીન રેકોર્ડ પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા જોઈ શકે છે. આ સુવિધા મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે, જે લોકો માટે અત્યંત ઉપયોગી છે.
વર્ષ 1955 થી અત્યાર સુધીના લેન્ડ રેકોર્ડ તમે ઘરે બેઠા જોઈ શકો છો. ગુજરાતના દરેક ગામની જમીનના વર્ષો જૂના લેન્ડ રેકોર્ડ ઓનલાઈન જુઓ. રાજ્યની તમામ જમીનોના રેકર્ડ હવે ઓનલાઈન જોઈ શકાશે.
જુના જમીનના રેકોર્ડ કેવી રીતે જોવાના?
જો તમે તમારા જમીન રેકોર્ડ તપાસવા માંગતા હો, તો નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરો:
બ્રાઉઝર ખોલો
તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં બ્રાઉઝર (Google Chrome, Firefox, Safari) ખોલો.
એની રોર વેબસાઇટ પર જાઓ
Google પર "AnyRoR Gujarat" ટાઈપ કરીને શોધ કરો.
અથવા સીધા https://anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
જમીન રેકોર્ડ જોવા માટે વિકલ્પ પસંદ કરો
વેબસાઈટ ખુલ્યા પછી, તમને નીચેના વિકલ્પો જોવા મળશે:
View Land Record (Rural) - ગ્રામ્ય વિસ્તાર માટે
View Land Record (Urban) - શહેરી વિસ્તાર માટે
Property Search - મિલકતની શોધ માટે
7/12, 8A, VF-6 વગેરે જોવા માટેના પગલાં
જો તમારે જૂના 7/12 રેકોર્ડ જોવા છે, તો "View Land Record Rural" પર ક્લિક કરો.
હવે "Old Scanned 7/12 Details" વિકલ્પ પસંદ કરો.
તમારે તમારું જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરવો પડશે.
પછી કેપ્ચા કોડ ભરી Get Details પર ક્લિક કરો.
હવે View PDF વિકલ્પ પર ક્લિક કરીને જમીન રેકોર્ડ ડાઉનલોડ કરો.
કયા રેકોર્ડ ઉપલબ્ધ છે?
7/12 ઉતારા (સર્વે નંબર, જમીન માલિકની વિગતો)
8A ખાતા વિગતો
VF-6 એન્ટ્રી રેકોર્ડ
135-D પરિવર્તન નોટિસ
નવા સર્વેની માહિતી
આવકના કેસની વિગતો
ગુજરાતના જૂના જમીન રેકોર્ડ મેળવવાના ફાયદા
✔
ઘરે બેઠા માહિતી મેળવો✔ સરકારી ઓફિસ જવાની જરૂર નથી
✔ ઝડપી અને સરળ પ્રક્રિયા
✔ હિસ્ટોરિકલ રેકોર્ડ પણ ઉપલબ્ધ
✔ જમીનના માલિકી હકની પુષ્ટિ માટે ઉપયોગી
👉 તમારી જમીન કોના નામે છે?
👉 વારસદારમાં કોનું નામ છે, 7/12 A ચેક કરો!
👉 તમારા જિલ્લા મુજબ અહીં 👇👇👇
હા તમે તમારા જૂના 7/12 જમીન સર્વે નંબરની સ્કેન કરેલી નકલ જોઈ શકો છો.