ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ગુરુવારે
સવારે 8 વાગ્યાથી તમામ મતગણતરી કેન્દ્રો પર કાઉન્ટિંગ શરૂ થશે, પરંતુ પરિણામ
પહેલાં એક્ઝિટ પોલના આંકડા આવી ચૂક્યા છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને
કારણે મતગણતરીમાં માત્ર થોડા કલાકો જ લાગે છે. જોકે હવે VVPAT વેરિફિકેશન ફરજિયાત
બનતાં અંતિમ પરિણામ જાહેર કરવામાં સમય લાગી રહ્યો છે.
Gujarat Assembly Election (ગુજરાત વિધાનસભાની ચૂંટણી) માં કોની જીત થશે તેને
લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા
આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન
થયું હતું તેમ છતા બીજેપી ફરી સરકાર બનાવશે.
દિવસમાં એક કે બે વાર તમારે કેટલી વાર શૌચાલયમાં જવું જોઈએ?
સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134
સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ
આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
PARTY | BJP | CONG | AAP | OTH | ||||
---|---|---|---|---|---|---|---|---|
Year | 2022 | 2017 | 2022 | 2017 | 2022 | 2017 | 2022 | 2017 |
Seat | 156 | 99 | 17 | 77 | 05 | 00 | 04 | 06 |
Himachal Pradesh Election Result 2022
PARTY | BJP | CONG | AAP | OTH | ||||
---|---|---|---|---|---|---|---|---|
Year | 2022 | 2017 | 2022 | 2017 | 2022 | 2017 | 2022 | 2017 |
Seat | 25 | 44 | 40 | 21 | 00 | 00 | 03 | 03 |
એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે.
ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને
40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.
એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર ùદક્ષિણ ગુજરાતની 35 પૈકી
ભાજપને 26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા
એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે.
એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે,
જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ
આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો
અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કાના
મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોના 833 ઉમેદારોનું
ભાવિ સીલ થયું. રાજ્યમાં સરેરાશ 60 ટકા આસપાસ મતદાન થયું હોવાનો અંદાજ છે.
મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયાને સંબોધન કર્યુ
હતું.
દાદા ને 42 વર્ષ પછી મુવી થિયેટર લઈ ગયો પુત્ર ! હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ
સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોએ વિકાસ પર વિશ્વાસ કર્યો. શાંતિપૂર્ણ મતદાન
માટે લોકોનો આભાર. PM નો વિશેષ આભાર, તેમણે ગુજરાતમાં પ્રચાર કરીને લોકો સાથે જે
લાગણીનો સેતુ બંધાયેલો છે એ તેમના પ્રવાસમાં દેખાયું, PMએ લોકોની અપેક્ષા કરતા
વધુ આપવાની તૈયારી રાખી છે. અમિત શાહનો પણ આભાર, તેમણે અમને માર્ગદર્શન આપ્યું.
કેન્દ્રના સૌ મંત્રી, CM , રાજ્યના મંત્રી અને હોદ્દેદારોનો આભાર.
આ ઉપરાંત તેમણે કહ્યું, કોંગ્રેસ તરફ લોકોનું નકારાત્મક વલણ હતું તેમ છતાં વધુ
વોટિંગ થાય તે માટે પ્રયત્નો કરાયા. 8 તારીખે મત ગણતરીમાં રેકોર્ડ સીટ અને લીડ
સાથે તેમજ સૌથી વધુ વોટ શેરનો અમારો ટાર્ગેટ પૂર્ણ થશે. મતદાનનો ફાઇનલ આંકડો હજુ
આવ્યો નથી, અમે મતદાનના આંકડા પર જતા નથી. ભાજપનો વિજય નક્કી છે.